Odisha Train Accident: પીએમ મોદી આજે જશે બાલાસોર, દૂર્ઘટના સ્થળની લેશે મુલાકાત, કટકની હૉસ્પિટલ જશે
Coromandel Express Accident News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ઓડિશાના બાલાસોરની મુલાકાત લેશે. જ્યાં તેઓ અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ કટકની હૉસ્પિટલની મુલાકાત લેશે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ અંગેની માહિતી આપી છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.

ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે અને લગભગ 850 લોકો ઘાયલ થયા છે. આ પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને સેનાને પણ બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. પીએમ મોદીએ અકસ્માતને લઈને બેઠક પણ બોલાવી છે.
રેલવેના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ કોરોમંડલ એક્સપ્રેસના કોચ B2 થી B9 પલટી ગયા, જ્યારે એન્જિન અને B1 કોચ પાટા પરથી ઉતરી ગયા. આવી સ્થિતિમાં એસીમાં મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે. ઘટના બાદ H1 અને GS કોચ ટ્રેક પર જ રહ્યા હતા.
કેટલાક મૃતદેહો ખરાબ રીતે વિકૃત થઈ ગયા છે. તેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. ઘટના બાદ એનડીઆરએફની સાથે ભારતીય સેનાની ટીમ પણ પહોંચી હતી. બોગીની નીચે સર્ચ ઓપરેશન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી જો કોઈ ત્યાં ફસાયેલ હોય તો તેને બહાર કાઢી શકાય.
Helpline numbers have been issued to assist with concerns related to the train derailment - #OdishaTrainAccident #CoromondelExpress #CoromandalExpress #TrainAccident #Helpline #helplinenumber #Odisha pic.twitter.com/pSOBJc68XR
— Supriyo Paul (@Supriyopaul_60) June 3, 2023
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
