For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી 2024 ની લોકસભાની ચૂંટણી બાદ રાજ્યોની સંખ્યા 50 કરશે, ભાજપના મંત્રીએ આપ્યુ નિવેદન

કર્ણાટક સરકારમાં મંત્રી ઉમેશ કટ્ટીના એક નિવેદનથી રાજનીતિની ગલિયારોમાં હલચલ મચી ગઇ છે. મત્રીનું કહેવુ છે કે, 2024 માં લોકસભા ચૂંટણી બાદ દેશમાં રાજ્યોની સંખ્યા 50 કરી દેવામાં આવશે. આ સિવાય કર્ણાટકને પણ બે ભાગમાં વહેચી દેવ

|
Google Oneindia Gujarati News

કર્ણાટક સરકારમાં મંત્રી ઉમેશ કટ્ટીના એક નિવેદનથી રાજનીતિની ગલિયારોમાં હલચલ મચી ગઇ છે. મત્રીનું કહેવુ છે કે, 2024 માં લોકસભા ચૂંટણી બાદ દેશમાં રાજ્યોની સંખ્યા 50 કરી દેવામાં આવશે. આ સિવાય કર્ણાટકને પણ બે ભાગમાં વહેચી દેવામાં આવશે. તેમનો દાવો છે કે, પ્રધનમંત્રી આના પર વિચાર કરી રહ્યા છે. 2024 માં જીત બાદ આના પર નિર્મય કરવામાં આવશે. જો કે કર્ણાટકાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઇએ આ વાતન ઇન્કાર કરી દિધો હતો.

મહારાષ્ટ્રને લઇને કરી હતી આ વાત

મહારાષ્ટ્રને લઇને કરી હતી આ વાત

ઉમેશ કટ્ટીએ કહ્યુ કે આ વિચાર સારો છે. કમ કે, જનસંખ્યા વધી રહી છે. ઉત્તર કર્ણાટકના વિકાસ વિશે પણ જોવુ જોઇએ. ઉત્તર કર્ણાટક એક રાજ્ય બનાવું જોઇએ અને તેને વિક્સિત કરવું જોઇએ. આપણે કન્નડિંગ તો બનેલા રહિશુ પરંતુ આ કર્ણાટકાના ભાગ પડશે તો કોઇ નુક્સાન નહી થાય. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાથી બે રાજ્ય, ઉત્તર પ્રદેશમાતી ચાર, મહારાષ્ટ્રમાથી ત્રણ અને આવી જ રીતે અન્ય રાજ્ય બનાવામાં આવશે.

મુખ્યમંત્રીની આ મામલે પ્રતિક્રિયા

મુખ્યમંત્રીની આ મામલે પ્રતિક્રિયા

મંત્રીના નિવેદન પર જ્યારે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા લેવામાં આવી તો તેમના દ્વારા જણાવામાં આવ્યુ કે, આ પહેલા વાર નથી કે ઉમેશ કટ્ટીએ આ અંગે વાત કરી છે. તે ઘણા વર્ષોથી આ અંગે વાત કરી રહ્યા છે. તેમણે ખુદ આ સવાલનો જવાબ આપવો જોઇએ. હાલ ઉત્તર કર્ણાટકને અલગ રાજ્યનો દરરજો આપવા માટે સરકાર તરફથી કોઇ જ પ્રસ્તાવ નથી.

100 કરતા વધારે વાર કહી છે આ વાત

100 કરતા વધારે વાર કહી છે આ વાત

કર્ણાટકના મહેસુલી મંત્રી આર અશોકે પણ કટ્ટીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હચી તેમનું કહેવુ હતુ કે, આ પહેલી વાર નથી કે, ઉત્તર કર્ણાટકને અલગ રાજ્ય આપવાની વાત કરી છે. આ વાત તે 100 કરતા વધારે વાર આ વાત કહી ચૂક્યા છે. કર્ણાટક એક છે ઘણા કન્નડીગાઓએ એક જૂટ થઇને કર્ણાટક બનાવવા માટે સંઘર્ષ કર્યો છે. વધુમાં જણાવ્યું હતુ કે, બોમ્માઇ આ અંગે કટ્ટી સાથે ચર્ચા કરશે.

English summary
PM Modi will increase the number of states to 50 after 2024
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X