For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ મનમોહન સિંહને જન્મદિવસની આપી શુભકામના, ટ્વિટ કરીને કહી આ વાત

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનો આજે 88મો જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે PM મોદીએ શુભકામના પાઠવી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનો આજે 88મો જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિત દેશના ઘણા દિગ્ગજ હસ્તીઓએ તેમને શુભકામના આપી છે. પૂર્વ પ્રધાનમંત્રીના જન્મદિવસે પીએમ મોદીએ શુભકામના આપીને દીઘાર્યુ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યુ, 'ડૉ. મનમોહન સિંહજીને જન્મદિવસની શુભકામના. હું ઈશ્વરે તેમના દીઘાર્યુ અને સારા આરોગ્યની પ્રાર્થના કરુ છુ.'

manmohan singh

પીએમ મોદી ઉપરાંત ઘણા નેતાઓએ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મનમોહન સિંહને શુભકામના આપતા ટ્વિટ કર્યુ, 'ભારત પ્રધાનમંત્રીમાં ડૉક્ટર મનમોહન સિંહની જેમ ઉંડાણન અનુપસ્થિતિને અનુભવી રહ્યુ છે. તેમની ઈમાનદારી, શાલીનતા અને સમર્પણ આપણા સૌના માટે પ્રેરણસ્ત્રોત છે. તેમને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આવનારુ વર્ષ તેમના સારુ રહે. #HappyBirthdayDrMMSingh.'

ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા. તેમનો જન્મ ભારતના વિભાજનથી પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો. જવાહરલાલ નહેરુ (લગભગ 17 વર્ષ) અને ઈન્દિરા ગાંધી(લગભગ 11 વર્ષ) બાદ ડૉક્ટર મનમોહન સિંહ સૌથી વધુ સમય સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા. ઓછા શબ્દોમાં પોતાની વાત કહેનાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આર્થિક બાબતોના દિગ્ગજ માનવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ વર્તમાનમાં રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય છે.

ડૉ. સિંહે નાણા મંત્રાલયના સચિવ, યોજના પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ, પ્રધાનમંત્રીના સલાહકાર, વિશ્વવિદ્યાલય અનુદાન પંચના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યુ. 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી રહ્યા અને તેમણે આર્થિક સુધારા માટે વ્યાપક સ્તરે નીતિ બનાવી. 1987માં તેમને ભારતના બીજા સૌથી મોટા નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા.

અનુષ્કાએ ગવાસ્કરની કમેન્ટનો આપ્યો જવાબ, કંગનાએ કર્યો સપોર્ટઅનુષ્કાએ ગવાસ્કરની કમેન્ટનો આપ્યો જવાબ, કંગનાએ કર્યો સપોર્ટ

English summary
PM Modi wishes Manmohan Singh "Long And Healthy Life".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X