PM ના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ આગામી G20 બેઠકની કરી સમીક્ષા
સપ્ટેમ્બરમાં થનાર G20 શિખર સમેલન પહેલા ભારતની G20 અધ્યક્ષતા પર સમન્વય સમિતિ ની 6 બેઠક આજ આંતરરાષ્ટ્રીય સહ સમ્મેલન કેન્દ્ર, પ્રગતિ મેદાન , નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠકની અધ્યક્ષતા ભારતના પ્રધાનમત્રીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રાએ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવએ કહ્યુ હતુકે, જી20 બેઠકની સફળતા માટે સંપૂર્ણ સરકારનો દ્રષ્ટીકોણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી કાર્યાલયએ એક પ્રેસમાં જણાવ્યુ હતુ કે, સમિતિએ શિખર સમ્મેલન સ્થળ ર વ્યવસ્થાઓ સાથે સાથે પ્રોટોકોલ, સુરક્ષા એરપોર્ટના સમન્વય, મીડિયા પાયાની જરૂરિયાત અને દિલ્હી અને પડોસી રાજ્યોમાં વ્યવસ્થા સંબંધિત તમામ પહેલુ પર સમીક્ષા કરી હતી.
ડો. પીકે મિશ્રાએ જી20 શિખર સમ્મેલનને સફળ બનાવવા માટે તમામ એજેન્સી સંપૂર્ણ સરકાર દષ્ટીકોણથી કામ કરવાનુ આહ્વાન કર્યુ હતુ. તેમા એ પણ કહેવામાં આવ્યુ છે કે, સસમિતિના સભ્યોએ વિભિન્ન બેઠખો માટે પ્રસ્તાવિત સ્થાનોનો પ્રવાસ કર્યો અને ડ્રાઇ રન મોક અભ્યાસ સાથે સાથે સુક્ષમ નિરિક્ષણ કર્યુ હતુ. જેથી વિવિધ એજેન્સીઓ કોઇ પણ પ્રકારના બાધા વગર કામ કરી શકે.
નવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, સમિતિએ આગામી જી20 શિખર સમ્મેલન માટે વિવિધ પ્રારંભિક પહેલુઓપર કામ માટે માર્ગ દર્શન અને નિર્દેશન પ્રદર્શન કર્યુ અને આગામી બે સપ્તાહમાં આગળની સમીક્ષા માટે ફરી બેઠક બોલાવા માટે નિર્ણય કર્યો હતો . તેમા એ પણ કહેવામાં આવ્યુ હતુ કે, ભઆરત આગામી જી20 અધ્યક્ષતા અનુસાર દેશના 55 વિવિધ સ્થાનો પર 170 બેઠક આયોજિત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, જુલાઇ અને ઓગસ્ટ 2023 મહિનામાં મંત્રી સ્તરની ઘણી બેઠખ થનાર છે.
બેઠકમાં ઉપસ્થિત અન્ય લોકોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા શામિલ હતા. ભારતને 1 ડિસેમ્બર 2022 ના જી20 સમૂહની અધ્યક્ષતા મળી હતી. અને એક વર્ષ સુધી આ પદ પર રહેશે. જી20 શિખર સમ્મેલન 9 અને 10 સપ્ટેમ્બર, 2023 ના નવી દિલ્હી માં આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
