For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં કોંગ્રેસી અત્યારથી હાર માટે બહાના શોધવા લાગી છે: પીએમ મોદી

કર્ણાટકના વિજયપુરામાં મંગળવારે રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકના વિજયપુરામાં મંગળવારે રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કર્ણાટકની જનતાએ સીએમ સિદ્ધારમૈયા ને પાંચ વર્ષ માટે સજા આપવાનું મન બનાવી લીધું છે. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોની વચ્ચે જવાને બદલે કોંગેસી નેતાઓ હાર માટે કયું બહાનું બનાવવું તેના વિશે વિચારી રહ્યા છે. ઓફિસોમાં બેસીને વિચારી રહ્યા છે કે 15 મેં દરમિયાન કયા બહાના બનાવશે. તેઓ કહેશે કે ઈવીએમ તેમને હરાવી ગયું.

પ્રધાનમંત્રી મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કર્ણાટકની જનતા કોંગ્રેસને હટાવશે પરંતુ જાતિવાદનું ઝહેર નહીં ફેલાવવા દે, કારણકે કોંગ્રેસ તેમને અલગ કરીને રાજ કરી રહી છે. વિજયપુરા ભગવાન બસવેશ્વરનું જન્મસ્થળ છે. તેમને શીખવ્યું છે કે તમે કોણ છે? કઈ જાતિથી છો, કયા સંપ્રદાય થી છો તેવું પૂછ્યા વિના તેમને ગળે લગાવો. કોઈને પણ દૂર નહીં કરો. બધાને સાથે લઈને ચાલો.

ભાગલા પાડો અને રાજ કરો

ભાગલા પાડો અને રાજ કરો

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અહીં સરકાર એવી છે જે ભાગલા પાડો અને રાજ કરો નીતિ પર ચાલે છે. અત્યારસુધી કોંગ્રેસ રાજમાં આવો જ ખેલ ચાલ્યો છે. તેમની ખુરશી બચી રહે, પરંતુ હવે લોકો કોંગ્રેસને હટાવશે. એક તરફ કર્ણાટક દુકાળની ઝપેટમાં હતો, ખુડૂતની હાલત ખરાબ હતી, સ્કૂલોમાં શિક્ષણનો અભાવ હતો, ખનન માફિયા લૂંટ મચાવી રહ્યા હતા, પરંતુ ત્રણે વિભાગના મંત્રીઓ દિલ્હીમાં ચક્કર કાપી રહ્યા હતા.

આરોપી નેતા

આરોપી નેતા

પ્રધાનમંત્રી મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અહીં એક પણ મંત્રી એવો નથી જેના પર આરોપ લાગ્યા ના હોય. પીએમ ઘ્વારા રાજ્ય સરકાર પર નિશાનો લગાવતા કહ્યું કે કર્ણાટકના સિંચાઈ મંત્રીની કરતૂતો ઘરે ઘર પહોંચી ચુકી છે.

12 કરોડ લોકોને મુદ્રા યોજના

12 કરોડ લોકોને મુદ્રા યોજના

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સરકાર 1 લાખ કરોડ રૂપિયા શિક્ષા ક્ષેત્રમાં ખર્ચ કરશે. 12 કરોડ લોકોને મુદ્રા યોજના હઠળ કોઈ પણ પરેશાની વિના લોન આપવાનું કામ કર્યું છે. તેમને કહ્યું કે અમે 90 પૈસા વાળો વીમો લઈને આવ્યા. દેશના 19 કરોડ લોકો પ્રધાનમંત્રી વીમા યોજના સાથે જોડાયા.

અટલ પેંશન યોજના

અટલ પેંશન યોજના

પીએમ મોદી ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે આજે દેશમાં 1 કરોડ સિનિયર સીટીઝન અટલ પેંશન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. અમે આયુષ્માન ભારત શરૂ કર્યું તેના કારણે દેશના દરેક વ્યક્તિને ઇમર્જન્સીમાં 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ભારત સરકાર તરફથી આપવામાં આવશે. આઝાદી મળ્યાને 70 વર્ષ થઇ ગયા. આપણા દેશમાં 20-26 કરોડ પરિવાર છે. આજે પણ 4 કરોડ પરિવાર એવા છે જ્યાં વીજળી નથી. કોંગ્રેસ પાર્ટી સરકારે લોકોને નરક જેવું જીવન જીવવા માટે મજબુર કર્યા.

English summary
PM Narendra modi address public meeting in vijayapura karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X