પીએમ મોદીએ કહ્યું- આજે રાતથી 500 અને 1000 રુપિયાની નોટ બંધ, 2000 ની નોટ આવશે

Subscribe to Oneindia News

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યા. રાષ્ટ્રને નામ સંબોધન પહેલા તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ઘોષણા કરી કે આજે મધ્યરાત્રિએ 12.00 કલાકથી 500 રુપિયા અને 1000 રુપિયાની નોટ બંધ કરવામાં આવે છે.

modi

તેમણે જણાવ્યુ કે કાલે અને પરમ દિવસે એટીએમ બંધ રહેશે. તેમજ કાલે બેંકો બંધ રહેશે. ટૂંક સમયમાં 500 અને 2000 રુપિયાની નવી નોટ અમલમાં આવશે. એક દિવસમાં માત્ર 2000 રુપિયા જ કાઢી શકાશે.

પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દા


પીએમ મોદીએ સંબોધનની શરુઆતમાં કહ્યુ કે દેશના કેટલાક ગંભીર વિષય પર વાત કરવા ઇચ્છુ છુ.
તેમણે કહ્યું કે જ્યારે તમે (જનતા) એ અમને મે, 2014 માં સત્તા સોંપી હતી તે સમયે લોકો કહી રહ્યા હતા કે બ્રિક્સ ( BRICS) નો આઇ ગગડી રહ્યો છે.
2000 રુપિયાની નોટનો પ્રસ્તાવ સ્વીકારાયો. ડિજિટલ કારોબારમાં કોઇ મુશ્કેલી નહિ આવે.
11 નવેમ્બર સુધી રેલવે, સરકારી બસ અને હવાઇ સેવામાં આ નોટો ચલાવી શકાશે.
9-10 નવેમ્બરથી એટીએમમાંથી પૈસા કાઢવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.
સરકારી હોસ્પિટલોમાં 11 નવેમ્બર રાતે 12 વાગ્યા સુધી 500 અને 1000 રુપિયાની નોટો સ્વીકારવામાં આવશે. જો 30 ડિસેમ્બર સુધી નોટ ના બદલી શક્યા તો 31 માર્ચ, 2017 સુધી કોઇ રિઝર્વ બેંકમાં એક ડિક્લેરેશન જમા કરીને બદલી શકાય છે. 25 નવેમ્બરથી પૈસાની મર્યાદા 4,000 રુપિયા કરવામાં આવશે. 10 થી 24 નવેમ્બર સુધી માત્ર 4,000 રુપિયા સુધીના નોટ બદલી શકાશે.
આ જૂના નોટ 10 નવેમ્બરથી 30 નવેમ્બર, 2016 સુધી પોતાની બેંક કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરાવી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે રાતે 12 વાગ્યા પછી 500 અને 1000 રુપિયાની નોટ માત્ર કાગળ બની રહેશે.
ભ્રષ્ટાચારથી મોંઘવારી વધે છે.
આતંકવાદ અને કાળાનાણા પર નિર્ણાયક લડાઇ જરુરી છે. કડક કાયદાની મદદથી કાળાનાણાના ચોર દરવાજાને બંધ કરવામાં આવ્યો.
સવા લાખ કરોડ રુપિયા બહારથી આવ્યા.
આતંકવાદ સામે કડક પગલાં ઉઠાવવાની જરુર.
ભ્રષ્ટાચાર, કાળુનાણુ અને નકલી નોટ નાસૂર છે. આ બધુ વિકાસમાં પાછળ ધકેલી દે છે.
તેમણે કહ્યુ કે સીમા પાર આપણા દુશ્મન બેઠા છે.
ભ્રષ્ટાચારની ગ્લોબલ રેકિંગમાં ભારતે સુધારો કર્યો છે.
ગરીબી હટાવવા માટે ભ્રષ્ટાચાર, કાળુનાણુ બાધારુપ. અમારી સરકાર ગરીબોને સમર્પિત છે. મોદીએ કહ્યું કે આઇએમએફ અને વર્લ્ડ બેંકે અમારી કોશિશોની પ્રશંસા કરી છે. ગયા અઢી વર્ષમાં દેશવાસીઓના સહયોગથી ભારત વિકાસના રસ્તે આગળ વધ્યુ છે.
પીએમએ કહ્યું કે અમારો મૂળમંત્ર છે સૌનો સાથ-સૌનો વિકાસ.

English summary
PM Narendra Modi to address the nation
Please Wait while comments are loading...