For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલન વચ્ચે PM મોદીએ MPના ખેડૂતોને આપી 16 હજાર કરોડની આર્થિક મદદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા મધ્ય પ્રદેશના રાયસેનમાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમને સંબોધિત કર્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા મધ્ય પ્રદેશના રાયસેનમાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે ભારતા ખેડ઼ૂતો હવે કોઈ દ્રષ્ટિએ પાછળ નહિ રહી શકે. પીએમ મોદીએ કહ્યુ, 'આજે મધ્ય પ્રદેશના 35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.'

35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા

35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા

પીએમ મોદીએ કરા અને વરસાદથી ભારે નુકશાન સહન કરનાર માટે આર્થિક સહાયનુ પણ એલાન કર્યુ છે. પીએમે કહ્યુ કે કરા પડવાથી મધ્ય પ્રદેશના ખેડૂતોને નુકશાન થયુ છે. હું એ ખેડૂતોનુ દુઃખ સમજી શકુ છુ જેમણે પોતાની મહેનતથી પાકને ખરાબ થતા જોયો. માટે આજે આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના આવા 35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

આ સ્થિતિ સ્વીકાર્ય નથી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યુ, 'ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતનો ખેડૂત, સુવિધાઓના અભાવમાં, આધુનિક રીતોના અભાવે અસહાય થતો જાય, આ સ્થિતિ સ્વીકાર્ય નથી. પહેલા જ બહુ વિલંબ થઈ ચૂક્યો છે. જે કામ 25-30 વર્ષ પહેલા થવુ જોઈતુ હતુ તે આજે કરવાની જરૂર પડી છે.' કૃષિ કાયદાના થઈ રહેલા વિરોધ પર પણ પીએમ મોદીએ પોતાની વાત કહી છે.

વિપક્ષ પર સાધ્યુ નિશાન

વિપક્ષ પર સાધ્યુ નિશાન

પ્રધાનમંત્રીએ કહ્યુ, 'છેલ્લા ઘણા દિવસોથી દેશમાં ખેડૂતો માટે જે નવા કાયદા બન્યા, તેની બહુ ચર્ચા છે. આ કૃષિ સુધારા, કાયદા રાતોરાત નથી આવ્યા. છેલ્લા 20-22 વર્ષોથી દરેક સરકારે આના પર વ્યાપક ચર્ચા કરી છે. ઓછા-વત્તા બધા સંગઠનોએ આના પર ચર્ચા કરી છે. ખેડૂતોઓ એ લોકોનો જવાબ માંગવો જોઈએ જે પહેલા પોતાના ઘોષણાપત્રોમાં આ સુધારાની વાતો લખતા હતા, મોટી મોટી વાતો કરીને ખેડૂતોના વોટ લેતા રહ્યા. પરંતુ પોતાના ઘોષણાપત્રમાં લખેલા વચનોને પણ પૂરા ન કર્યા. માત્ર આ માંગોને ટાળતા રહ્યા કારણકે ખેડૂતો તેમની પ્રાથમિકતા નહોતા.'

ખેડૂતોના સમર્થનમાં આવ્યા ચિપકો આંદોલન નેતા સુંદરલાલ બહુગુણાખેડૂતોના સમર્થનમાં આવ્યા ચિપકો આંદોલન નેતા સુંદરલાલ બહુગુણા

English summary
PM Narendra Modi addresses farmers at the Kisan Kalyan event in Raisen Madhya Pradesh via video conferencing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X