દેશ મજબૂત સરકાર ઈચ્છે છે, ગઠબંધન મજબૂર સરકાર ઈચ્છે છેઃ પીએમ મોદી
દિલ્લીમાં ચાલી રહેલ ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારોની સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કર્યા.
દિલ્લીમાં ચાલી રહેલ ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારોની સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કર્યા. આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને બીજા મોટા નેતા હાજર રહ્યા. કાર્યક્રમના બીજા અને છેલ્લા દિવસે કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો પર હુમલો કર્યો.

‘અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નહિ'
પીએમ મોદીએ કહ્યુ, ‘અમારાથી પહેલાની સરકારનો જે કાર્યકાળ હતો તેણે દેશને અંધકારમાં ધકેલી દીધો હતો. જો હું કહુ કે ભારતે 2004થી 2014ના મહત્વપૂર્ણ 10 વર્ષ, ગોટાળા અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગુમાવી દીધા તો ખોટુ નહિ ગણાય. 21મી સદીની શરૂઆતમાં આ 10 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ હતા. દેશના ઈતિહાસમાં પહેલી વાર આવુ થયુ છે જ્યારે સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લાગ્યો. અમે આ વાત પર ગર્વ કરી શકીએ છીએ.'

‘ગઠબંધન કરનારા મજબૂર સરકાર ઈચ્છે છે'
પીએમ મોદીએ કહ્યુ કે ગઠબંધન કરનારા મજબૂર સરકાર ઈચ્છે છે જેથી આરોગ્ય સેવાઓમાં ગોટાળો કરી શકાય, એમ્બ્યુલન્સ ગોટાળો કરી શકાય. પરંતુ અમે મજબૂત સરકાર ઈચ્છીએ છીએ જેથી આયુષ્માન ભારત જેવી મફત આરોગ્ય સેવાઓ આપનારી યોજનાઓ ચલાવી શકીએ. અમે મજબૂત સરકાર ઈચ્છીએ છીએ જેથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી શકે, તે મજબૂર સરકાર ઈચ્છે છે જેથી યુરિયા ગોટાળો કરી શકે.

લોન લેવાની બે રીતો હતીઃ ‘એક હતી કૉમન પ્રોસેસ અને બીજી કોંગ્રેસ પ્રોસેસ'
પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા. તેમણે કહ્યુ, કોંગ્રેસના સમયે લોન લેવાની રીતે હતી. એક હતી કૉમન પ્રોસેસ અને બીજી કોંગ્રેસ પ્રોસેસ. કૉમન પ્રોસેસમાં તમે બેંકમાંથી લોન માંગતા હતા અને કોંગ્રેસ પ્રોસેસમાં બેંકોને કોંગ્રેસના ગોટાળાબાજ મિત્રોને લોન આપવા માટે મજબૂર કરવામાં આવતા હતા. આઝાદીથી લઈને 2008 સુધી 60 વર્ષોમાં બેંકોએ માત્ર 18 લાખ કરોડ રૂપિયાની લોન આપી હતી. પરંતુ 2008 થી 2014 સુધી આ આંકડો વધીને 52 લાખ કરોડ થઈ ગયો એટલે કે કોંગ્રેસના અંતિમ 6 વર્ષમાં 34 લાખ કરોડની લોન આપવામાં આવી.'

‘સ્વયંથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ'
તેમણે કહ્યુ કે પહેલેથી જેમને અનામતની સુવિધા મળી રહી હતી તેમનો હક છોડ્યા વિના ભાજપ સરકાર દ્વારા સામાન્ય વર્ગને 10% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વિપક્ષી દળો પર પણ તેમણે જોરદાર હુમલા કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે વિરોધી દળોના લોકો આરોપ લગાવે છે કે અમે માત્ર યોજનાઓના નામ બદલ્યા છે. એવા લોકો એ જણાવે કે કેટલી યોજનાઓ નરેન્દ્ર મોદીના નામથી ચાલી રહી છે? આ એટલા માટે છે કારણકે ભાજપમાં અમને એ જ શીખવવામાં આવ્યુ છે કે સ્વયંથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ હોય છે.












Click it and Unblock the Notifications
