For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રની કોવિડ હોસ્પિટલમાં આગથી 13 લોકોના મોત, PM મોદી મૃતકોને પરિવારને આપશે 2 લાખનુ વળતર

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 13 દર્દીઓના મોત થઈ ગયા છે. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજારના વળતરની રકમ આપવાનુ એલાન કર્યુ છે. આ અંગેની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ ઓફિસ) દ્વારા આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે. શુક્રવારે(23 એપ્રિલ) સવારે 3.15 વાગે વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં એર કંડીશનિંગ યુનિટમાં એક શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ જેમાં 13 દર્દીઓના મોત થઈ ગયા. અન્ય ગંભીર રીતે ઘાયલ લોકોને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આગ લાગવાના સમયે 17 દર્દીઓ હતા

આગ લાગવાના સમયે 17 દર્દીઓ હતા

અધિકારીઓએ જણાવ્યુ કે સવારે 5.20 વાગ્યા સુધી ફાયરબ્રિગેડે આગ ઓલવી. એક અધિકારીએ જણાવ્યુ કે જ્યારે આગ લાગી ત્યારે આઈસીયુમાં 17 દર્દીઓ હતા. તેમણે કહ્યુ કે ચાર દર્દીઓને બચાવામાં આવ્યા અને બીજી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા. વિરાર મુંબઈથી 50 કિમીથી વધુ દૂર છે. વિરાર સિવિક ફાયર બ્રિગેડના મુખ્ય અગ્નિશમન અધિકારી દિલીપ પલાવે જણાવ્યુ કે લગભગ 13 દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે પરંતુ આ સંખ્યા વધવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે અમે દર્દીઓના લિંગની ઓળખ કરી શક્યા નથી. ફાયરબ્રિગેડ વિભાગ વસઈ વિરાર નગર નિગમ દ્વારા જાહેર કરાયેલ મૃતકોની યાદી અનુસાર 13 દર્દીઓમાં 5 મહિલાઓ હતી. જ્યારે સૌથી નાની ઉંમરમાં એક 23 વર્ષનો યુવક હતો. સૌથી વધુ ઉંમરમાં એક 68 વર્ષીય વ્યક્તિ હતા.

કોરોના વેક્સીનના પહેલા ડોઝ પછી શું થઈ શકે અને શું નહિકોરોના વેક્સીનના પહેલા ડોઝ પછી શું થઈ શકે અને શું નહિ

નજરે જોનાર સાક્ષીએ કહ્યુ - હોસ્પિટલમાં અગ્નિશામક ઉપાયો નહોતા, ના કોઈ ડૉક્ટર હતા

નજરે જોનાર સાક્ષીએ કહ્યુ - હોસ્પિટલમાં અગ્નિશામક ઉપાયો નહોતા, ના કોઈ ડૉક્ટર હતા

એક નજરે જોનાર સાક્ષી અવિનાશ પાટિલે કહ્યુ કે, હોસ્પિટલમાં પાણી છાંટવા જેવા કોઈ અગ્નિના સુરક્ષા ઉપાય નહોતા અને મોટી આગને નિયંત્રિત કરવા માટે કોઈ ઉપાય પણ કરવામાં આવ્યા નહોતા. કોઈ ડૉક્ટરો પણ હાજર નહોતા અને જ્યારે ઘટના બની ત્યારે માત્ર બે નર્સો હોસ્પિટલમાં હતી.

English summary
PM Narendra Modi approved ex gratia of 2 lakh who lost their lives in Virar covid hospital in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X