For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરવા માટે જોધપુર પહોંચ્યા હતા. પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 માટે પ્રચાર પોતાની ચરમ સીમા પર છે. આ દરમિયાન સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરવા માટે જોધપુર પહોંચ્યા હતા. પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસના લોકો એમ માનીને ચાલે છે કે રાજકારણમાં કંઈ કરવાની જરૂર નથી. જાતિઓના સમીકરણ બેસાડીને, મતોના ઠેકેદારોને પોતાના પક્ષમાં કરી લો. કોંગ્રેસ પાર્ટીને વિકાસમાં વિશ્વાસ નથી.

આ પણ વાંચોઃ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી ગળી ગઈ પિન, ફેફસામાંથી આ રીતે ડૉક્ટરોએ કાઢીઆ પણ વાંચોઃ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી ગળી ગઈ પિન, ફેફસામાંથી આ રીતે ડૉક્ટરોએ કાઢી

કોંગ્રેસમાં પ્રવેશ કરતા જ શરૂ થઈ જાય છે જૂઠની પીએચડી

કોંગ્રેસમાં પ્રવેશ કરતા જ શરૂ થઈ જાય છે જૂઠની પીએચડી

જૂઠ ફેલાવવામાં કોંગ્રેસ એક એવી યુનિવર્સિટી બની ગઈ છે જ્યાં પ્રવેશ કરતા જ જૂઠની પીએચડીનો અભ્યાસ શરૂ થઈ જાય છે અને જે વધુ ગુણ લઈને આવે છે તેને પદ અને પદવી આપવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ હિદુત્વના જ્ઞાનીઓને હું પૂછવા ઈચ્છુ છુ, ‘જ્યારે સરદાર પટેલજીએ સોમનાથ મંદિરના પુનર્નિમાણનો સંકલ્પ લીધો હતો ત્યારે દેશના પહેલા પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિર વિશે કયુ વલણ અપનાવ્યુ હતુ તે આખો દેશ જાણે છે.'

કોંગ્રેસે કહ્યુ હતુ ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી

કોંગ્રેસે કહ્યુ હતુ ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી

પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે હિંદુત્વના જ્ઞાની નામદાર મહોદય, જયારે તમારા માતાજી દિલ્લીમાં સરકાર ચલાવતા હતા ત્યારે યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં લિખિતમાં કહ્યુ હતુ કે ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. શું તમે આનાથી સંમત છો? રેલીને સંબોધતા પીએમ મોદીએ વસુંધરા સરકારમાં કરાયેલા કાર્યો વિશે લોકોને જણાવ્યુ.

મહાત્મા ગાંધીના સહારે કોંગ્રેસ પર વાર

પીએમ મોદીએ જોધપુર રેલીમાં મહાત્મા ગાંધીના સહારે કોંગ્રેસ પર વાર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ ગાંધીજીના સ્વચ્છતાના સપનાને ચૂર ચૂર કર્યુ. તેમણે ગાંધીજીને ભૂલાવી દીધા કારણકે તેમને ખબર હતી કે આ ફકીર ગાંધી લોકોને યાદ રહેશે તો આ નામદાર ગાંધીને કોણ યાદ કરશે. આ સાથે પીએમે કોંગ્રેસ પર બીજા પણ ઘણા મુદ્દે નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જો ભારતે ટુરિઝમ પર જોર આપી પોતાની વિશેષતાઓને ગર્વ સાથે પ્રસ્તુત કરી હોત તો આપણે દુનિયામાં નંબર વન પર હોત.

આ પણ વાંચોઃ ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યોઆ પણ વાંચોઃ ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યો

English summary
PM Narendra Modi attack Congress and party Congress President Rahul Gandhi in Jodhpur rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X