કર્ણાટકમાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કર્યા તીખા પ્રહાર

કર્ણાટકમાં સત્તામાં ફરી આવવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત લગાવી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા કર્ણાટકમાં પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.

કર્ણાટકમાં સત્તામાં ફરી આવવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત લગાવી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા કર્ણાટકમાં પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. ફક્ત 5 દિવસમાં પીએમ મોદી લગભગ 15 રેલીઓ સંબોધિત કરશે. ચામરાજ નગરમાં આયોજિત પોતાની પહેલી રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા. રાહુલ ગાંધીને તેમને 15 મિનિટ ટકી શકવાના પડકાર નો જવાબ આપ્યો.

નામદાર અને કામદાર

નામદાર અને કામદાર

રેલીમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ મને પડકાર આપે છે કે તેઓ સંસદમાં 15 મિનિટ બોલે તો હું તેમની સામે ટકી નહીં શકું, તેઓ સાચું કહે છે કારણકે તેઓ 'નામદાર' છે અને હું 'કામદાર' છું.

પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકાર્યો

પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકાર્યો

રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેઓ ફક્ત 15 મિનિટ હાથમાં કોઈ પણ કાગળ વિના કર્ણાટક સરકારના કામો વિશે બોલીને બતાવે, પછી તેઓ ભલે હિન્દીમાં બોલે, ઇંગલિશમાં બોલે ક્યાં તો પછી પોતાની માતાની માતૃભાષા માં કર્ણાટક સરકારના કામો ગણાવે.

70 વર્ષમાં નહીં થયું તે હવે થયું છે

70 વર્ષમાં નહીં થયું તે હવે થયું છે

પોતાના ભાષણમાં પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સરકારે દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડી. જે 70 વર્ષમાં નહીં થયું, તે હવે થયું છે. વિપક્ષના લોકો મને ગાળો આપે છે. મારા વિશે ગમે તેવી વાતો કરે છે. દિલ્હીમાં સાંભળવા મળે છે કે કર્ણાટકમાં ભાજપની હવા ચાલી રહી છે પરંતુ અહીં તો આંધી આવી છે.

5 દિવસમાં 15 રેલીઓ

5 દિવસમાં 15 રેલીઓ

કર્ણાટકમાં વિધાનસભા ઇલેક્શનમાં જીત મેળવવા માટે બધા જ દળો પોતાની બધી જ તાકાત લગાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં એક પછી એક ત્રણ રેલીઓ કરી રહ્યા છે. કર્ણાટકમાં આવનારી 12 મેં દરમિયાન 224 વિધાનસભા સીટો માટે મતદાન થશે અને 15 મેં દરમિયાન વોટોની ગણતરી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળના 5 દિવસમાં 15 રેલીઓ સંબોધિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X