કોરોના સામે લડાઈમાં પીએમ મોદીએ માંગ્યો આ 7 વાતોમાં તમારો સાથ

પીએમ મોદીએ કહ્યુ કે લૉકડાઉન દરમિયાન અમુક છૂટ આપવામાં આવશે પરંતુ જો કોરોના વાયરસે કોઈ પણ ક્ષેત્રમાં પગ મૂક્યો તો છૂટ તરત જ પાછી લઈ લેવામાં આવશે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 દિવસો માટે લૉકડાઉન આગળ લંબાવી દીધુ છે. દેશમાં હવે 3 મે સુધી લૉકડાઉન ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે દેશવાસીઓએ મુશ્કેલી સહન કરીને કોરોના વાયરસના ખતરાને ઘણી હદે ટાળી દીધુ છે. પીએમ મોદીએ કહ્યુ કે લૉકડાઉન દરમિયાન અમુક છૂટ આપવામાં આવશે પરંતુ જો કોરોના વાયરસે કોઈ પણ ક્ષેત્રમાં પગ મૂક્યો તો છૂટ તરત જ પાછી લઈ લેવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને સાત વાતો માટે તેમને સહયોગ પણ માંગ્યો.

આ 7 વાતોમાં માંગ્યો પીએમ મોદીએ સાથ

આ 7 વાતોમાં માંગ્યો પીએમ મોદીએ સાથ

1. વૃદ્ધોનુ વિશેષ ધ્યાન રાખો. કોરોનાથી તેમને બચાવીને રાખવાના છે. ખાસ કરીને એવા લોકો જેમને જૂની બિમારી હોય. તેમને વધુ દેખરેખની જરૂર છે.

2. લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટંસીંગની લક્ષ્મણ રેખાનુ પાલન કરો, ઘરમાં બનેલા માસ્કનું અનિવાર્યપણે ઉપયોગ કરો.

3. ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયના નિયમોનુ પાલન કરો. ગરમ પાણી અને ઉકાળાનુ નિરંતર સેવન કરો.

ગરીબ પરિવારની દેખરેખ કરો

ગરીબ પરિવારની દેખરેખ કરો

4. કોરોના સંક્રમણને ફેલાતો રોકવામાં મદદ માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરો અને બીજાને પણ પ્રેરિત કરો.

5. જેટલુ બની શકે, એટલુ ગરીબ પરિવારની દેખરેખ કરો, તેમની ભોજનની જરૂરિયાતો પૂરી કરો.

કોઈને પણ નોકરીમાંથી ના કાઢો

કોઈને પણ નોકરીમાંથી ના કાઢો

6. પોતાના વ્યવસાય, ઉદ્યોગમાં કામ કરતા લોકો પ્રત્યે સંવેદના રાખો, કોઈને પણ નોકરીમાંથી ના કાઢો.

7. કોરોના યોદ્ધાઓ જેવા કે ડૉક્ટરો, પોલિસકર્મીઓ, નર્સ વગેરેનુ સમ્માન કરો, આદરપૂર્વક તેમનુ ગૌરવ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X