વારાણસીના વિકાસ પર ટીમ મોદીએ કર્યું મંથન, ટૂંક સમયમાં વિકાસ કાર્ય શરૂ થશે
નવી દિલ્હી, 20 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના વિકાસ પર મંથન કરવા માટે શનિવારે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વારાણસીના મેયર અને ત્રણ વિધાયક પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ વારાણસીને ચમકાવવા માટે બ્લૂ પ્રિંટ તૈયાર કરવા માટે જોઇન્ટ સેક્રેટરી એકે શર્માને પોઇંટ પર્સન બનાવ્યા છે. સૂત્રો અનુસાર કાશીના વિકાસ માટે સૌથી પહેલા આધારભૂત સંરચના તૈયાર કરવામાં આવશે. પરંપરાગત ગૃહ ઉદ્યોગની સ્થિતિમાં સુધાર લાવવાનો મુદ્દો મોદીની સૂચિમાં સૌથી ઉપર છે. જે અનુસાર વણકરોને સરકારી મદદ આપવામાં આવશે.
વારાણસીના વિકાસ પ્લાનમાં શહેરમાં ઉદ્યોગ પાર્કનું વિકાસ, પ્રવાસીઓને મોટી સંખ્યામાં શહેર સાથે જોડવાની કોશિ કરવામાં આવશે. સૌથી પહેલા માર્ગને પહોળા કરવા અને નવા માર્ગ બનાવવા પર ભાર આપવામાં આવશે. શહેરની સીવર લાઇનને દુરસ્ત કરવાની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પર ખાસો ભાર આપવામાં આવશે. મોદી વારાણસીમાં વિકાસની સાથે ગંગા અને શહેરની સફાઇ પર પણ ધ્યાન આપી રહ્યા છે.
જોકે, મોદી વારાણસીની તસવીર બદલીને વિકાસ થકી ઉત્તર પ્રદેશનું મન મોહી લેવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના હાલમાં 73 સાંસદ છે અને પાર્ટી રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં સત્તા મેલવવા ઇચ્છે છે. એવામાં ભાજપ વારાણસીમાં વિકાસના દમ પર પોતાનું સ્થાન બનાવવા ઇચ્છે છે.
જાણો શું છે મોદીનો વારાણસી પ્લાન...

કોણ કોણ હતું બેઠકમાં હાજર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના વિકાસ પર મંથન કરવા માટે શનિવારે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વારાણસીના મેયર અને ત્રણ વિધાયક પણ હાજર રહ્યા હતા.

વારાણસીને ચમકાવવા માટે બ્લૂ પ્રિંટ
વડાપ્રધાન મોદીએ વારાણસીને ચમકાવવા માટે બ્લૂ પ્રિંટ તૈયાર કરવા માટે જોઇન્ટ સેક્રેટરી એકે શર્માને પોઇંટ પર્સન બનાવ્યા છે. સૂત્રો અનુસાર કાશીના વિકાસ માટે સૌથી પહેલા આધારભૂત સંરચના તૈયાર કરવામાં આવશે. પરંપરાગત ગૃહ ઉદ્યોગની સ્થિતિમાં સુધાર લાવવાનો મુદ્દો મોદીની સૂચિમાં સૌથી ઉપર છે. જે અનુસાર વણકરોને સરકારી મદદ આપવામાં આવશે.

ગંગા અને શહેરની સફાઇ પર પણ ધ્યાન
શહેરની સીવર લાઇનને દુરસ્ત કરવાની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પર ખાસો ભાર આપવામાં આવશે. મોદી વારાણસીમાં વિકાસની સાથે ગંગા અને શહેરની સફાઇ પર પણ ધ્યાન આપી રહ્યા છે.

વારાણસીના વિકાસ પ્લાનમાં...
વારાણસીના વિકાસ પ્લાનમાં શહેરમાં ઉદ્યોગ પાર્કનું વિકાસ, પ્રવાસીઓને મોટી સંખ્યામાં શહેર સાથે જોડવાની કોશિશ કરવામાં આવશે. સૌથી પહેલા માર્ગને પહોળા કરવા અને નવા માર્ગ બનાવવા પર ભાર આપવામાં આવશે.

વારાણસીની તસવીર બદલીને....
જોકે, મોદી વારાણસીની તસવીર બદલીને વિકાસ થકી ઉત્તર પ્રદેશનું મન મોહી લેવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના હાલમાં 73 સાંસદ છે અને પાર્ટી રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં સત્તા મેલવવા ઇચ્છે છે. એવામાં ભાજપ વારાણસીમાં વિકાસના દમ પર પોતાનું સ્થાન બનાવવા ઇચ્છે છે.

Click it and Unblock the Notifications