શરીફ સાથેની મુલાકાતમાં મોદીએ ઉઠાવ્યા આ પાંચ મુદ્દા
નવી દિલ્હી, 27 મે : આજે ભારતના 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાતોનો સિલસિલો શરૂ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી અને સાર્ક દેશોના નેતાઓ વચ્ચેની આ બેઠકને મહત્વની માનવામાં આવે છે. શરીફ સાથેની પહેલી જ મુલાકાતમાં મોદીએ આતંકવાદ અને 26/11ની ધીમી ટ્રાયલનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે પણ બેઠક યોજીઇ હતી. હૈદરાબાદ હાઉસ પહોંચેલા નવાઝ શરીફનું ભાવપૂર્વક સ્વાગત કરાયા બાદ બંને નેતાઓ ઉત્સાહભેર મળ્યા હતા. આ બેઠક અંદાજે 50 મીનિટ ચાલી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી બનેલા સુષ્મા સ્વરાજ પણ જોડાયા હતા.

મુદ્દો 1
1. આતંકવાદી હુમલાઓનો અંત આવવો જોઇએ

મુદ્દો 2
2. 26/11ની ટ્રાયલ અસંતોષકારી અને ધીમી છે

મુદ્દો 3
3. 26/11ના મુખ્ય માસ્ટર માઇન્ડસ સામે પગલાં શા માટે નહીં?

મુદ્દો 4
4. સીમા પાર આતંકવાદ મુદ્દે પ્રાદેશિક સહયોગ વધારવામાં આવે.

મુદ્દો 5
5. વિઝા નિયમો અંગે ચર્ચા

મુદ્દો 6
6. સચિવોની મુલાકાત બાકી છે

શરીફે લીધી વાજપેયીની મુલાકાત
નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ નવાઝ શરીફ અટલ બિહારી વાજપેયીને મળવા ગયા હતા.

બીજી બેઠક યોજાશે
નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફરે તે પહેલા નરેન્દ્ર મોદી સાથે તેમની બીજી બેઠક પણ યોજાશે.

સૌથી લાંબી મુલાકાત
નરેન્દ્ર મોદી અને સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે યોજાયેલી મુલાકાતમાં નવાઝ શરીફને નરેન્દ્ર મોદીએ સૌથી વધુ સમય આપ્યો હતો.

લાંબુ હસ્ત ધૂનન
નવાઝ શરીફે નરેન્દ્ર મોદી સાથે અંદાજે 26 સેકન્ડ જેટલું લાંબુ હસ્તધૂનન કર્યું હતું.
અડધા કલાકથી પણ વધારે સમય માટે યોજાયેલી બેઠકમાં બંને દેશોના પારસ્પરિક સંબંધોને વધારે મજબૂત બનાવવા અંગે વાત થઇ હતી. આ ઉપરાંત પાછલા સપ્તાહે હેરાતમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે પણ વાત કરવામાં આવી હતી. જો કે સમગ્ર મુલાકાત અંગેની વિગતો એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આપવામાં આવશે.
નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફરે તે પહેલા નરેન્દ્ર મોદી સાથે તેમની બીજી બેઠક પણ યોજાશે. નવાઝ શરીફ જે રીતે ભારત આવ્યા છે તે જોતા લાગે છે કે પાકિસ્તાન ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપશે. જો શરીફ સાથેની મુલાકાતમાં મોદીએ જે પાંચ મહત્વના મુદ્દા ઉઠાવ્યા તે આ મુજબ છે...
1. આતંકવાદી હુમલાઓનો અંત આવવો જોઇએ
2. 26/11ની ટ્રાયલ અસંતોષકારી અને ધીમી છે
3. 26/11ના મુખ્ય માસ્ટર માઇન્ડસ સામે પગલાં શા માટે નહીં?
4. આતંકવાદ મુદ્દે પ્રાદેશિક સહયોગ વધારવામાં આવે.
5. સચિવોની મુલાકાત બાકી છે
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ નવાઝ શરીફ અટલ બિહારી વાજપેયીને મળવા ગયા હતા.












Click it and Unblock the Notifications
