દિલ્લીઃ પીએમ મોદીએ કર્યુ સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયોનુ ઉદ્ઘાટન, ડ્રીમ પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્લી સ્થિત સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્લી સ્થિત સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આ સાથે જ તેમણે કાર્યાલયના પરિસરોની મુલાકાત લીધી. આ દરમિયાન પીએમ મોદી સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સીડીએસ જનરલ બિપિન રાવત, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે પણ હાજર રહ્યા. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ દિલ્લીના કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં સંરક્ષણ કાર્યાલય પરિસરનુ ઉદ્ઘાટન કર્યુ છે.

modi

સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયોના ઉદ્ઘાટન પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે(સીડીએસ) પૂજા કરી. તમને જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રાલયની નવી ઈમારતો કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાનો જ હિસ્સો છે. નવા કાર્યાલય કસ્તૂરબા ગાંધી માર્ગ, સેન્ટ્રલ દિલ્લી અને આફ્રિકા એવન્યુ, ચાણક્યપુરીમાં સ્થિત છે. અત્યાર સુધી ડિફેન્સ મંત્રાલયનુ મુખ્ય કાર્યાલય સાઉથ બ્લૉક પાસે હતુ જેની અન્ય ઑફિસ અલગ-અલગ જગ્યાએ હતી. તેને હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બે બિલ્ડિંગ્ઝમાં સમાવવામાં આવી છે.

નવી ઑફિસમાં શું છે નવુ

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ લુટિયન દિલ્લીમાં આવતા 86 એકરના હિસ્સાને રીડેવલપ કરવામાં આવી રહ્યો છે. આમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના નવા આવાસ પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 20 હજાર રૂપિયાનો ખર્ચ પણ આવવાનો છે. માહિતી મુજબ સંરક્ષણ મંત્રાલયના બંને નવા કાર્યાલયોનુ નિર્માણ કરવામાં 775 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. અહીં કુલ 7 હજાર અધિકારી અને કર્મચારીઓ કામ કરી શકશે. આમાંથી આફ્રિકા એવન્યુવાળા કૉમ્પ્લેક્સ 7 માળની છે જેમાં માત્ર સંરક્ષણ મંત્રાલયની ઑફિસ હશે. સંરક્ષણ મંત્રાલયની નવા ઑફિસમાં સેના, વાયુસેના અને ભૂમિદળ સહિત ડિફેન્સ અને સશસ્ત બળોના ઘણા કર્મચારી કામ કરશે. ઈમારતોની સુરક્ષા અને નિરીક્ષણ માટે એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X