સામાન્ય બજેટ 2018 લલચામણું નહીં હોય, PM મોદીના સ્પષ્ટ સંકેત

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આગામી સામાન્ય બજેટ લોકોને ખુશ કરનારું નહીં હોય અને સરકાર પોતાના સુધારાના એજન્ડા પર કામ કરતી રહેશે. પીએમ મોદીએ કહ્યું કે, સામાન્ય બજેટ લલચામણું નહીં હોય. બજેટમાં દેશના આર્થિક વિકાસ માટે જરૂરી પગલાં લેવામાં આવશે. એક વ્યક્તિગત ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા પાંચ પ્રમુખ નબળી અર્થવ્યવસ્થાઓના સમૂહમાંથી નીકળીને દુનિયાનું આકર્ષક ગંતવ્ય બની છે. આ માત્ર એક ધારણા છે કે, લોકો મફતની વસ્તુઓ અને છૂટની ઇચ્છા રાખે છે.

narendra modi

"સામાન્ય જનતા પ્રમાણિક સરકાર ઇચ્છે છે"

જ્યારે પીએમ મોદીને પુછવામાં આવ્યું કે, 1લી ફેબ્રૂઆરીના રોજ રજૂ થનાર બજેટમાં શું તેઓ લલચામણી જાહેરાત કરવાથી બચશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, નક્કી એ કરવાનું છે કે, દેશને આગળ વધારવાની અને મજબૂત કરવાની જરૂર છે કે આ રાજનૈતિક સંસ્કૃતિ-કોંગ્રેસની સંસ્કૃતિનું અનુસરણ કરવાનું છે. સામાન્ય જનતા પ્રમાણિક સરકાર ઇચ્છે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દો નાણાં મંત્રીના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને આથી તેઓ તેમાં દખલ કરવા નથી માંગતા.

કૃષિ ક્ષેત્ર મામલે આલોચના ન્યાયસંગત

આ વાતચીત દરમિયાન તેમણે પોતાની સરકારની આર્થિક નીતિઓનો બચાવ કર્યો હતો. જીએસટી અંગે તેમણે કહ્યું કે, તેમની સરકાર વસ્તુ અને સેવા કરમાં સંશોધન કરવા તૈયાર છે, જેથી તેને વધુ સફળ પ્રણાલી બનાવી શકાય અને તેમાં રહેલ ખામીઓ દૂર થાય. પીએમ મોદી સ્વિટર્ઝ્લેન્ડના દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચ(WEF)માં સંબોધન કરનાર ભારતના પહેલા વડાપ્રધાનનું સન્માન મેળવવા મામલે પૂછતાં તેમણે કહ્યું કે, ભારતની પ્રગતિને કારણે આ શક્ય બન્યું છે. કૃષિ ક્ષેત્રમાં આવેલ સંકટ અંગે વડાપ્રધાને કહ્યું કે, આલોચના ન્યાયસંગત છે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી છે કે, તેઓ ખેડૂતોની સમસ્યાઓ ઓળખે અને તેનું સમાધાન કરે.

English summary
PM Narendra Modi indicated that the upcoming Budget will not be a populist.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.