
મોદીના ચરણોમાં તો હું મારું માથુ ચડાવી શકું છું: સાક્ષી મહારાજ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપીને વિવાદોમાં ફસાઇ ગયેલા ભગવાધારી અને ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું કે તેમની નજરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો 'દેશના ભાગ્યવિધાતા' છે અને તેઓ તેમના માટે કંઇપણ કરી શકે છે, અહીં સુધી કે જો મોદી કહે, તો તેઓ પોતાનું માથું વાઢીને તેમના ચરણોમાં ચઢાવી શકે છે. સાક્ષી મહારાજે આ વાત આજતક ચેનલના જાણીતા કાર્યક્રમ 'સીધી વાત'માં કહી.
મોદીના ચરણોમાં તો હું મારું માથું વાઢીને ચઢાવી શકું છું!
અત્રે નોંધનીય છે કે સાક્ષીએ તમામ હિન્દુ મહિલાઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. જેની પર પાર્ટીએ તેમને કારણ બતાઓ નોટીસ ફટકારી હતી. સાક્ષી મહારાજ ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ભાજપાના સાંસદ છે. આપને જણાવી દઇએ કે સાંસદ સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જનસભા દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં ચાર પત્નીઓ અને 40 સંતાનોની અવધારણા કામ નહીં કરે. સમય આવી ગયો છે કે હિન્દુ ધર્મની રક્ષા માટે હિન્દુ મહિલાઓ પણ ઓછામાં ચાર બાળકો પેદા કરે.