For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ શરુ કર્યુ 'સ્વચ્છ ભારત મિશન- શહેરી 2.0' અને 'અમૃત 2.0' યોજના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્લીમાં 'સ્વચ્છ ભારત મિશન- શહેરી 2.0' અને 'અમૃત 2.0'નો શુભારંભ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્લીમાં 'સ્વચ્છ ભારત મિશન- શહેરી 2.0' અને 'અમૃત 2.0'નો શુભારંભ કર્યો છે. આ યોજનાઓમાં બધા શહેરોને કચરા મુક્ત બનાવવા અને જળ સુરક્ષિત બનાવવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. સ્કીમ લૉન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યુ, 2014માં દેશવાસીઓએ ભારતને ખુલ્લામાં શૌચમાંથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. 10 કરોડથી વધુ શૌચાલયોના નિર્માણ સાથે દેશવાસીઓએ એ સંકલ્પ પૂરો કર્યો. હવે 'સ્વચ્છ ભારત મિશન- શહેરી 2.0' નુ લક્ષ્ય છે ગાર્બેજ ફ્રી શહેર, કચરાના ઢગલાથી સંપૂર્ણપણે મુક્ત શહેર બનાવવુ.

pm modi

PM મોદીએ જણાવ્યુ કે મિશન અમૃતના આગલા તબક્કામાં દેશનુ લક્ષ્ય સીવેજ અને સેપ્ટિક મેનેજમેન્ટ વધારવા, પોતાના શહેરમાં વૉટર સિક્યોર સિટીઝ બનાવવા અને એ સુનિશ્ચિત કરવાનુ કે આપણી નદીઓમાં ક્યાંય પણ કોઈ ગંદુ નાળુ ન પડે. સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની અત્યાર સુધીની યાત્રા ખરેખર દરેક દેશવાસીને ગર્વથી ભરી દેનારી છે. આમાં મિશન પણ છે, માન પણ છે, મર્યાદા પણ છે, એક દેશની મહત્વાકાંક્ષા પણ છે અને માતૃભૂમિ માટે અપ્રતિમ પ્રેમ પણ છે.

આ બાબાસાહેબના સપનાને પૂરુ કરવાની કોશિશ

પીએમ મોદીએ આગળ કહ્યુ કે સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગલો તબક્કો, બાબા સાહેબના સપનાને પૂરુ કરવાની દિશામાં પણ એક મહત્વનુ પગલુ છે. બાબા સાહેલ, અસમાનતા દૂર કરવાનુ બહુ મોટુ માધ્યમ શહેરી વિકાસને માનતા હતા. આપણે એ યાદ રાખવાનુ છે કે સ્વચ્છતા, એક દિવસનુ, એક પખવાડિયાનુ, એક વર્ષનુ કે અમુક લોકોનુ જ કામ છે, એવુ નથી. સ્વચ્છતા દરેકની, રોજ, દર પખવાડિયો, દર વર્ષે, પેઢી દર પેઢી ચાલતુ મહા અભિયાન છે. સ્વચ્છતા જીવનશૈલા છે, સ્વચ્છતા જીવનમંત્રી છે. આજે ભારત રોજ લગભગ 1 લાખ ટન વેસ્ટ પ્રોસેસ કરી રહ્યુ છે 2014માં જ્યારે દેશે અભિયાન શરૂ કર્યુ હતુ ત્યારે દેશમાં રોજ પેદા થતો વેસ્ટ 20 ટકાથી પણ ઓછો પ્રોસેસ થતો હતો. આજે આપણે લગભગ 70 ટકા ડેઈલી વેસ્ટ પ્રોસેસ કરી રહ્યા છે. હવે આપણે તેને 100 ટકા સુધી લઈ જવાનુ છે.

ગાંધીજીના કામને આગળ વધારી રહ્યાઃ પુરી

કેન્દ્રીય આવાસ તેમજ શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ દરમિયાન કહ્યુ કે 1916માં જ્યારે મહાત્મા ગાંધી બનારસ હિંદુ કૉલેજમાં પોતાના એક સંબોધનમાં સ્વચ્છતા પર જે કહ્યુ હતુ અને જે જન આંદોલન તે ઈચ્છતા હતા તે કંઈક અધુરુ રહી ગયુ. આ મહિને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી અને પીએમ તરીકે દેશનુ નેતૃત્વ સંભાળતા 20 વર્ષ પૂરા થઈ ગયા છે. આ પ્રધાનમંત્રીનુ વિઝન છે કે જે વિષયોને પહેલા દેશની નીતિઓમાં સ્થાન નહોતુ મળતુ તે આજે દેશના સમગ્ર વિકાસનુ માધ્યમ બની રહ્યુ છે.

English summary
PM Narendra Modi launch Swachh Bharat Mission Urban 2.0 and AMRUT 2.0.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X