For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મન કી વાત પર બેન: જાણો શું છે આખો મામલો અને લોકોની પ્રતિક્રિયા

|
Google Oneindia Gujarati News

રવિવારે દેશના ખૂણે ખૂણે પ્રસારિત કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાત તમને હવે કદાચ આ રવિવારે કે અન્ય કેટલાય રવિવારો સુધી સાંભળવા ના પણ મળે. બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખી જેડીયૂ, રાજેડી અને ક્રોંગ્રેસે મોદીના મન કી વાત કાર્યક્રમને બંધ કરવાની માંગ કરી છે.

ક્રોંગ્રેસનું કહેવું છે કે બિહાર ચૂંટણીને ધ્યાનમાં લઇએ તો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંધન છે. તો સામે ભાજપે આ વાતને તદ્દન અયોગ્ય કહી જણાવ્યું છે કે આવી વાતો ક્રોંગ્રેસનો ડર બતાવે છે. તો વળી ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર પણ લોકો આ અંગે પ્રતિક્રિયા આપી છે ત્યારે આ સમગ્ર પ્રકરણ પર લોકોનું શું કહેવું છે અને મુદ્દો શું છે તે જાણો નીચેના આ આર્ટીકલમાં...

ક્રોંગ્રેસ કરશે ચૂંટણી પંચને રજૂઆત

ક્રોંગ્રેસ કરશે ચૂંટણી પંચને રજૂઆત

ક્રોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે ચૂંટણી પંચની મુલાકાત લઇને વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતને બંધ કરવા માટે બેઠક કરી હતી. ક્રોંગ્રેસનો આરોપ છે કે તેનાથી સરકારી મશીનરીનો દુરુઉપયોગ થાય છે.

ભાજપનો પ્રહાર

ભાજપનો પ્રહાર

ભાજપના પ્રવક્તા સામબિત પાત્રા કહ્યું કે મન કી વાત પર બંધ ક્રોંગ્રેસની મનના ડરને બતાવે છે. તો કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે કદી ચૂંટણી પક્ષને ઇન્દ્રિરા ગાંધી કે નહેરુની સ્ટેમ્પ બંધ કરાવાની વાત ચૂંટણી દરમિયાન નથી કરી.

ચૂંટણી પંચની શું કહેવું છે

ચૂંટણી પંચની શું કહેવું છે

અધિકારીક રીતે તો ચૂંટણી પંચે આ પર હજી કશું જ નથી કહ્યું. પણ સુત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચનું પણ તેમ જ માનવું છે કે આ કાર્યક્રમમાં બેન ના લાગવો જોઇએ. તેમ છતાં ચૂંટણી પંચ તેની પૂરી તપાસ કરશે.

ભાજપનું રિએક્શન

ભાજપનું રિએક્શન

તો વળી ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને તો ત્યાં સુધી કહી દીધું કે ક્રોંગ્રેસનું ચાલે તો તે વડાપ્રધાનના મોઢા પર જ તાળું લગાવી દે. આ દેશના લોકોનું અપમાન છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર આ વાતનો ભારે વિરોધ થયો છે. અને લોકોએ ટ્વિટર અને ફેસબુક પર ક્રોંગ્રેસને ઠપકો આપ્યો છે.

સંજય ઉપાધ્યાય

સંજય ઉપાધ્યાય

સંજય ઉપાધ્યાયે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે પહેલા ક્રોંગ્રેસ કહેતી હતી કે લોકો મન કી વાત નથી સાંભળતા નથી. તો પછી હવે કેમ તે બિહાર ચૂંટણી વખતે આ કાર્યક્રમને બંધ કરાવાનું કહે છે.

મયંક

મયંક

તો મયંકે ટ્વિટ કર્યું હતું કે આ દ્વારા ક્રોંગ્રેસ તેના ફસ્ટ્રેશનને બતાવે છે.

સુદીપ

સુદીપ

તો વળી સુદીપે તેના ટ્વિટ એકાઉન્ટ દ્વારા લખ્યું છે કે ક્રોંગ્રેસ મોદીના કાર્યક્રમથી ડરી ગઇ છે.

English summary
Congress asked Election Commission of India to ban Mann Ki Baat programme till Bihar assembly election which is scheduled to be held in Oct 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X