For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને મળ્યા પ્રણવ મુખર્જી, મિઠાઈ ખવડાવી પાઠવી જીતની શુભકામના

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રણવ મુખર્જી મોદીને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા અને મિઠાઈ પણ ખવડાવી. મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ લખ્યુ, આજે પ્રણવ દાના આશીર્વાદ લીધા. પ્રણવ દા સાથે મુલાકાત હંમેશા અનુભવ અને માહિતી વધારનાર હોય છે. તેમના જ્ઞાન અને સમજની કોઈ બીજુ ઉદાહરણ નથી.

pranab mukharjee

નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જી સાથે મુલાકાતનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીએ લખ્યુ કે પ્રણવ દા તેમના માટે હંમેશા પ્રેરણસ્ત્રોત રહ્યા છે. તેમના જ્ઞાન અને વ્યવહારિક સમજનો મુકાબલો ન કરી શકાય. તે એક એવી હસ્તી છે જેમનું દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન છે. નરેન્દ્ર મોદી ગુરુવારે બીજી વારે પ્રધાનમંત્રી પદની શપથ લેશે. પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા છે. આ પહેલા તે ઘણી દશકો સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. તે ઘણી સરકારોમાં કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા.

નરેન્દ્ર મોદી 2014માં ભાજપની જીત બાદ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. હાલમાં જ થયેલી સામાન્ય ચૂંટણીમાં એક વાર ફરીથી ભાજપે બહુમત મેળવ્યો છે. ત્યારબાદ તેમને એમને એનડીએએ સંસદીય દળના નેતા પસંદ કર્યા છે. ત્યારબાદ તેમનુ ફરીથી પીએમ બનવુ સ્પષ્ટ થઈ ગયુ છે. 17મી લોકસભા માટે 542 સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપે એનડીએને 353 જ્યારે એકલા ભાજપને 303 સીટો મળી છે. આ બહુમતના આંકડા 272થી ઘણા વધુ છે. કોંગ્રેસને માત્ર 52 સીટો આ ચૂંટણીમાં મળી છે. ડીએમકેને 23 સીટો, વાયએસઆર કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસને 22-22 સીટો પર જીત મળી છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટ

English summary
PM Narendra Modi met former President Pranab Mukherjee Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X