ટાઇમ મેગેઝીનના કવર પેજ પર PM મોદી, આપ્યું એક્સક્લૂસિવ ઇંટરવ્યૂ
નવી દિલ્હી, 8 મે: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ આખી દુનિયા કરે છે પરંતુ આ વાતને તેમના વિરોધી માનતા નથી, પરંતુ હવે તેમના વિરોધીઓના મોઢા બંધ થઇ જશે કારણ કે દુનિયાની સૌથી પ્રસિદ્ધ ટાઇમ મેગેઝીને પોતાના કવર પેજ પર આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું છે, જે એક સન્માનની વાત છે.

કવર પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂલ તસવીર છે. જેમાં તેઓ પોતાના પસંદગીના પહેરવેશ એટલે કે ક્રીમ કલરના કુર્તા અને સફેદ ચૂડીદારમાં દેખાઇ રહ્યા છે. આ પહેલા ફોર્બ્સે પણ વડાપ્રધાન મોદીને પ્રતિભાવાન લોકોની સૂચિમાં મૂક્યા હતા.

અત્રે નોંધનીય બાબત છે કે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2012ની આવૃત્તિમાં પણ તેમને ટાઇમના કવર પેજ પર સ્થાન મળી ચૂક્યું છે. એ વખતે 'મોદી એટલે બિઝસનેસ'એવા શિર્ષક સાથે મોદીની તસવીર ટાઇમના કવર પેજ પર છપાઇ હતી. ત્યારે તેઓ લોકસભાની ચૂંટણીને લઇને ખૂબ જ ચર્ચામાં હતા.












Click it and Unblock the Notifications
