કોંગ્રેસના દેવામાફીના દાવને કાપવા નવી યોજના લાવી રહી છે મોદી સરકાર, સીધા અકાઉન્ટમાં જશે પૈસા
ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર મોદી સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે જે હેઠળ ખેડૂતોના અકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવશે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પાછળ સૌથી મહત્વનું ફેક્ટર રહ્યુ ખેડૂતોની દેવામાફી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા દેવામાફીનું એલાન કર્યુ અને ત્રણ રાજ્યોમાં કમલનાથ, ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોતે મુખ્યમંત્રી બનતા જ દેવુ માફ પણ કરી દીધુ. એ વાતમાં કોઈ શંકા નથી કે ખેડૂતોની દેવામાફી હવે ચૂંટણી મુદ્દો બની ચૂક્યો છે. મોદી સરકાર આ વાત જાણે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે દેવામાફીને ચૂંટણી હથિયાર બનાવી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે મોદી સરકારે જો જલ્દી આનો તોડ ના કાઢ્યો તો 2019ની બાજી હાથમાંથી નીકળી જવી નક્કી છે. ભાજપના હાથોમાંથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની સત્તા છીનવ્યા બાદ કોંગ્રેસનું અચૂક અસ્ત્ર બની ચૂકેલ દેવામાફીના દાવને કાપવા માટે મોદી સરકાર ઝડપથી સક્રિય થઈ ગઈ છે. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર મોદી સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે જે હેઠળ ખેડૂતોના અકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવશે.

ખેડૂતોના નુકશાનની ભરપાઈ માટે સીધા અકાઉન્ટમાં પૈસા મોકલશે મોદી સરકાર
જાણકારી અનુસાર જો કોઈ ખેડૂત પોતાનો પાક એમએસપીથી ઓછા ભાવમાં વેચે તો તેના નુકશાનની ભરપાઈ સરકાર કરશે અને સીધા ખેડૂતના અકાઉન્ટમાં પૈસા પહોંચી જશે. એનો અર્થ એ થયો કે પાક જેટલા ભાવે વેચાયો અને એમએસપીના હિસાબે જેટલો ભાવ બને છે તે વચ્ચેના ફરકનો પૂરો હિસ્સો સરકાર ભરશે. સૂત્રો મુજબ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવા માટે ખેડૂતને માત્ર એ રિસીપ બતાવવાની રહેશે જેનાથી માલુમ પડી શકે કે પાક કયા ભાવે વેચવામાં આવ્યો છે. સમાચાર માત્ર આટલા જ નથી, આ યોજનાને ગઈ ખરીફ સિઝનથી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.

ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે મોદી સરકારની આ યોજના
મોદી સરકારે ખેડૂતોના ખાતા વિશે જાણકારી મેળવવાની શરૂ કરી દીધી છે. એ વાત પર પણ મંથન ચાલી રહ્યુ છે કે ખેડૂત જે રિસીપ બતાવશે તેની તપાસ કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. સૂત્રો મુજબ પ્રધાનમંત્રી કાર્યાલય, કૃષિ મંત્રાલય અને નાણા મંત્રાલય આ યોજના અંગે બેઠક કરી ચૂક્યા છે. મોદી સરકારે અમુક દિવસો પહેલા ખેડૂતોની આવકમાં વધારા માટે પાકની એમએસપીમાં વધારાનું એલાન કર્યુ હતુ પરંતુ આનો ફાયદો થવામાં થોડો સમય લાગશે. એવામાં આ સ્કીમ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

750 કિલો ડુંગળીનો ભાવ મળ્યો 1,064 ખેડૂતોએ પીએમઓને મોકલી રકમ
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ખેડૂતોએ બજારમાં ડુંગળીના વેચાણથી થયેલી 1,064 રૂપિયાની કમાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી દીધી હતી. ખેડૂતે આ પગલુ એટલા માટે લીધુ હતુ જેથી સરકારને ડુંગળલીના ઉત્પાદક ખેડૂતોની ખરી હકીકતની જાણ થઈ શકે. ખેડૂતે આ અંગે પીએમ મોદીને ચિઠ્ઠી પણ લખી હતી. તેમણે કહ્યુ, ‘મે 750 કિલો ડુંગણી 1,064 રૂપિયામાં વેચી પરંતુ રાજ્ય સરકારના અધિકારીઓએ કોઈ પૂછપરછ વિના મારી ડુંગળીમાં કાળાપણુ બતાવી દીધુ. આ રિપોર્ટ ખોટો છે. અધિકારી તમને ભ્રમિત કરી રહ્યા છે. આશા છે કે તમે આ વાતને સમજશો કે જો અધિકારી તમારાથી જૂઠ બોલી શકતો હોય તો એક સામાન્ય જનતાને સરકારી ઓફિસોમાં કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડતી હશે.' આ ઘટનાથી સમજી શકાય છે કે મોદી સરકારની નવી યોજના ખેડૂતો માટે કેટલી મોટી રાહત લઈને આવશે.












Click it and Unblock the Notifications
