For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LinkedIn પાવર પ્રોફાઇલ 2017માં PM મોદી અને પ્રિયંકા ચોપરા

લિંક્ડઇન પાવર પ્રોફાઇલ 2017ની સૂચિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ચોપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન દ્વારા બુધવારે પાવર પ્રોફ્રાઇલ્સની 4થી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. આ સૂચિમાં લિન્ક્ડઇન પર સૌથી વધુ જોવાયેલ ભારતીય પ્રોફાઇલનો સમાવેશ કરવામાં આવે છે. લિન્ક્ડઇન પાવર પ્રોફાઇલ 2017ની સૂચિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ સ્થાન મેળવ્યું છે.

priyanka chopra narendra modi

લિન્ક્ડઇન દ્વારા પોતાના ક્ષેત્રમાં નામના અને સફળતા મેળવનાર તથા મહત્તમ ફોલોઅર્સ ધરાવતા 50 પ્રોફેશનલ્સની એક સૂચિ તૈયાર કરવામાં આવે છે. વાડપ્રધાન નરેન્દ્ર મોદી 2.2 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજી વાર આ સૂચિમાં સમાવિષ્ટ થયા છે. આ સાથે જ કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશનના ફાઉન્ડર કૈલાશ સત્યાર્થી, અભિનેત્રી પ્રિયંકા ચોપરા, સાંસદ શશી થરૂર, ગ્લોબલ ચિફ પીપલ ઓફિસર પ્રબિર ઝા, Xiaomi ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અનુક્રમે સિપ્લા અને મનુ કુમારનો પણ આ સૂચિમાં સમાવેશ થયો છે.

લિન્ક્ડઇન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર અક્ષય કોઠારીએ આ અંગે કહ્યું હતું કે, અમારા પાવર પ્રોફાઇલ્સ 2017માં એવા લોકોના પ્રોફાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પોતાના વિવિધ અનુભવો લોકો સાથે વહેંચી તેમજ મુખ્ય મુદ્દાઓ પર પોતાનો અમૂલ્ય અભિપ્રાય આપી પોતાના પ્રોફાઇનલને બ્રાન્ડ તરકે પ્રસ્થાપિત કર્યો છે.

English summary
Indian Prime Minister Narendra Modi and actress Priyanka Chopra have found a spot in the LinkedIn Power Profiles List of 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X