For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી કેમ ગયા રવાન્ડા? શું ખાસ છે આ આફ્રીકી દેશમાં

આફ્રિકાનો એક નાનો દેશ રવાન્ડા હાલમાં ચર્ચામાં છે. પીએમ મોદી આ દેશના બે દિવસીય પ્રવાસ પર છે.

|
Google Oneindia Gujarati News

આફ્રિકાનો એક નાનો દેશ રવાન્ડા હાલમાં ચર્ચામાં છે. પીએમ મોદી આ દેશના બે દિવસીય પ્રવાસ પર છે. રવાન્ડા પહોંચીને પીએમ મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ પોલ કગામે સાથે વાતચીતમાં 20 કરોડ ડૉલરના દેવાની રજૂઆત કરી છે. આ સાથે ભારતે રવાન્ડામાં ઉચ્ચાયોગ ખોલવાની પણ ઘોષણા કરી છે. એટલુ જ નહિ, પીએમ મોદી રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેને 200 ગાય પણ ગિફ્ટ કરવા જઈ રહ્યા છે. આ સાથે ભારત સરકાર રવાન્ડા સાથે ડિફેન્સ, ચામડા અને ડેરી જેવા ક્ષેત્રોમાં સમજૂતી કરવા જઈ રહી છે. આફ્રિકાના આ નાના દેશ પર માત્ર ભારત જ નહિ પરંતુ પડોશી ચીનની પણ નજર છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ તો પીએમ નરેન્દ્ર મોદીથી પહેલા રવાન્ડાના પ્રવાસે જઈ આવ્યા. એવુ તો શું છે રવાન્ડામાં, કેમ ભારત-ચીન જેવા દેશો અહીં ભાગીદારી કરી રહ્યા છે. આની પાછળ એક નહિ પરંતુ ઘણા કારણો છેઃ

rwanda
  • રવાન્ડા આફ્રિકાની ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. જો તમે આ આફ્રિકી દેશમાં બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો માત્ર 48 કલાકનો સમય લાગે છે.
  • ભારતમાં હાલમાં ડિજિટલ ક્રાંતિની વાત થઈ રહી છે પરંતુ રવાન્ડામાં સ્માર્ટ કિગાલી યોજના હેઠળ પહેલા જ સાર્વજનિક સ્થળો - પબ્લિક બસ, હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડિંગ, રેસ્ટોરાંમાં કોરિયાની ટેલિકોમ કંપની સાથે ભાગીદારીની મદદથી 95 ટકા વસ્તીને 4જી ઈન્ટરનેટ આપવામાં આવ્યુ છે.
  • 2001 થી 2012 સુધી રવાન્ડાએ 8.1 ટકાની ઝડપથી આર્થિક પ્રગતિ કરી છે. હાલમાં પણ તેની ઝડપ લગભગ 7 ટકા આસપાસ છે.
  • રવાન્ડા એ દેશોમાં શામેલ છે જ્યાં સંસદમા મહિલાઓની ભાગીદારી પુરુષોથી વધારે છે.
  • હેલ્થકેરની વાત કરીએ તો આ દેશ 90 ટકા વસ્તી પાસે વીમાકવચ છે.
  • રવાન્ડાની દૂરદર્શિતા એ વાતથી સમજી શકાય છે કે આ દેશે 2007 માં સૌથી પહેલા પ્લાસ્ટિક પ્રતિબંધ લગાવ્યો હતો.
  • પીએમ નરેન્દ્ર મોદી રવાન્ડાને 200 ગાય ગિફ્ટ કરવાના છે. આની પાછળ મોટુ કારણ થે, અહીંની એક ગરીબી હટાવો યોજના. રવાન્ડા સરકાર એક યોજના હેઠળ ગરીબોને ગાય આપી રહી છે. જે વ્યક્તિ ગાય મેળવશે, તે એ ગાયના વાછરડા પડોશીને આપશે. આનાથી ગરીબી તો મટશે સાથે કુપોષણ પણ દૂર થશે.
  • ચીને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ હેઠળ આફ્રિકાને જોડવાનો રોડ મેપ બનાવ્યો છે તેમાં રવાન્ડા મહત્વનો ભાગીદાર છે.
  • ભારત આફ્રિકામાં કનેક્ટીવિટી પરિયોજનાઓને જાપાનની મદદથી પૂરો કરવાના પ્રયાસમાં છે. આ અંગે ભારત અને જાપાન વચ્ચે સમજૂતી થઈ છે. કુલ મળીને ભારતના પ્લાનમાં પણ રવાન્ડા ખૂબ મહત્વનું છે.
English summary
pm narendra modi in Rwanda: Why The Visit Is Important, read here shocking facts about rwanda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X