For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો મોટો આરોપ- રાફેલ ડીલ રદ્દ કરવા માંગતી હતી કોંગ્રેસ

મોદીનો મોટો આરોપ- રાફેલ ડીલ રદ્દ કરવા માંગતી હતી કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતા આખા સદનને ધન્યવાદ આપ્યા. આગામી ચૂંટણી માટે તમામ પક્ષોને શુભકામના પાઠવી. ધન્યવાદ ભાષણ દરમિયાન કોંગ્રેસ પર જબરદસ્ત હુમલો બોલ્યો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને સંસ્થાઓના માન-સન્માનની વાત ન કરવી જોઈએ. મોદીએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ નથી ઈચ્છતી કે અમારી વાયુ સેના મજબૂત થાય, હું અહીં એક ગંભીર આરોપ લગાવી રહ્યો છું. કોંગ્રેસ ઈચ્છે છે કે, આ રાફેલ ડીલ રદ્દ થઈ જાય, કોના ઈશારા પર? કઈ કંપની માટે?

modi

પીએમ મોદીએ વિપક્ષના મહાગઠબંધનને લઈને પણ જબરદસ્ત હુમલો બોલ્યો. મોદીએ મહાગઠબંધનને મહામિલાવટ ગણાવતા કહ્યું કે કોલકાતામાં એક સાથે આવે છે, રાજ્યોમાં એક-બીજાનું મોઢું પણ નથી જોતા. હેલ્ધી ડેમોક્રેસી વાળા લોકો મહામિલાવટથી દૂર રહેશે. મોદીએ કહ્યું કે રાફેલ પર એક-એક આરોપનો જવાબ નિર્મલા સીતારમણે આપ્યો છે, સુપ્રીમ કોર્ટે પણ આના પર ફેસલો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે દેશની સેના મજબૂત થાય.

મોદીએ કહ્યું કે આપણા પાડોશીઓ યદ્ધ ક્ષમતાઓ વધારી રહ્યા છે, આપણે આટલા વર્ષોમાં આવું કેમ નથી કર્યું? આ અપરાધિક લાપરવાહી છે. કોંગ્રેસ એક મજબૂત ભાતીય વાયુસેના નથી ઈચ્છતી. પીએમ મોદીએ કહ્યું કે, આમના 55 વર્ષોના શાસનમાં કોઈપણ રક્ષા ડીલ વિના કોઈ દલાલીનો કોઈ રક્ષા ડીલ સોદો નથી થયો, હવે પારદર્શિતાની સાથે ડીલ થઈ હી છે. માટે આત્મવિશ્વાસની સાથે જૂઠ બોલી રહ્યા છે, 3-3 રાજદારોને બહારથી લાવવામાં આવ્યા છે. હવે તેમને ચિંતા થઈ રહી છે.

મોદીએ કહ્યું કે, કોંગ્રેસે 2004, 2009 અને 2014માં પોતાના મેનીફેસ્ટોમાં કહ્યું કે ત્રણ વર્ષમાં દરેક ઘે વિજળી પહોંચશે. ગરીબ હટાઓની જેમ દરેક ઘરમાં વિજળી પહોંચાડવાના વાયદાને પણ કોંગ્રેસ આગળ વધારતી રહી. લોકસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે લૂંટનારા વિરુદ્ધ કાનૂન આવી ગયો છે અને લૂંટેલ ધન પરત લાવવાનુ્ં કામ ચાલી રહ્યું છે. જે દેશ છોડીને, દેશના પૈસા લૂંટીને ભાગી ગયા, હવે તેઓ ટ્વિટર પર ડી રહ્યા છે કે હું તો 9 હજાર કરોડ રૂપિયા લઈને નિકળ્યો હતો, પરંતુ મોદીજીએ મારા 13 હજાર કરોડ જપ્ત કરી લીધા.

આ પણ વાંચો- 'નરેન્દ્ર મોદી ડરપોક વ્યક્તિ છે, હું તેમને ઓળખી ગયો છુ': રાહુલ ગાંધી

English summary
PM Narendra Modi say Congress want this Rafale deal to be cancelled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X