For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નરેન્દ્ર મોદી ડરપોક વ્યક્તિ છે, હું તેમને ઓળખી ગયો છુ': રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં એઆઈસીસીના લઘુમતી કોષના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી પર એક વાર ફરીથી મોટો હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં એઆઈસીસીના લઘુમતી કોષના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી પર એક વાર ફરીથી મોટો હુમલો કર્યો. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ડરપોક વ્યક્તિ જણાવતા કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આરએસએસને હરાવશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી જોડવાની વાત કરે તોડવાની નહિ, જો તેમણે દેશને તોડવાની વાત કરી તો પીએમને હટાવી દેવામાં આવશે.

નરેન્દ્ર મોદી ડરી ગયા છે

નરેન્દ્ર મોદી ડરી ગયા છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આરએસએસને હરાવવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ, ‘હું પીએમ મોદીને પડકારુ છુ કે તે મંચ પર મારી સાથે 10 મિનિટ સુધી ચર્ચા કરે. રાહુલ ગાંધીએ કહ્યુ કે તે રાષ્ટ્રીય સુરક્ષા મામલે ડિબેટ કરી લે કે પછી રાફેલ મુદ્દે ડિબેટ કરી લે.' પીએમ પર આકરી ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘નરેન્દ્ર મોદી ડરી ગયા છે, તે ડરપોક વ્યક્તિ છે. હું તેમને ઓળખી ગયો છુ.'

દેશ તેમનાથી ઉપર છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં હાજર સંસ્થાઓ કોઈ એક પાર્ટીની નથી, તે દેશની છે. ભાજપના લોકો વિચારે છે કે તે દેશથી ઉપર છે પરંતુ 3 મહિના બાદ માલુમ પડી જશે કે દેશ તેમનાથી ઉપર છે. કોંગ્રેસ ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવશે. રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પોતાનું વચન કહ્યુ અને કહ્યુ કે લઘુતમ વેતનનો અર્થ છે કે હિંદુસ્તાનમાં જે પણ ગરીબ લોકો છે, જ્યાં પણ છે ત્યાં કોંગ્રેસ પાર્ટી સીધા તેમના બેંક ખાતામાં લઘુત્તમ વેતનના પૈસા જમા કરાવશે.

દેશને વહેંચવાથી ભારત પર રાજ નહિ કરી શકાય

રાહુલ ગાંધીએ હુમલો કરતા કહ્યુ કે પીએમને ખબર પડી ગઈ છે કે દેશને વહેંચવાથી ભારત પર રાજ નહિ કરી શકાય. 5 વર્ષ પહેલા કહેવાતુ હતુ કે નરેન્દ્ર મોદી 15 વર્ષો સુધી શાસન કરશે. પરંતુ હવે ભાજપની પ્રતિષ્ઠા સમાપ્ત થઈ ગઈ છે. આ સરકારમાં ખેડૂત, મજૂર અને ગરીબ બધા લોકો પરેશાન છે. ભાજપે 5 વર્ષોમાં શું કર્યુ? નોટબંધીએ દેશની 2 ટકા જીડીપી ઉડાવી દીધી. પછી ગબ્બર સિંહ ટેક્સ લઈને આવ્યા અને નાના અને મધ્યમ વર્ગની ધજીયા ઉડાવી દીધી.

આ પણ વાંચોઃ ત્રણ તલાક પર કોંગ્રેસનું મોટુ નિવેદન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ કાયદોઆ પણ વાંચોઃ ત્રણ તલાક પર કોંગ્રેસનું મોટુ નિવેદન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ કાયદો

English summary
Rahul Gandhi at AICC minority department national convention, attacks pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X