For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ પરિવારથી ચાલતી પાર્ટી નથી, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર(7 નવેમ્બર)ના રોજ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી છે. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર(7 નવેમ્બર)ના રોજ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી છે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓ પાસે પાર્ટી અને લોકો વચ્ચે વિશ્વાસનો પૂલ બનાવવાનો આગ્રહ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે ભાજપના દરેક કાર્યકર્તાએ એ યાદ રાખવુ જોઈએ કે સેવા, સંકલ્પ અને ત્યાગના પાર્ટીના માર્ગદર્શક મૂલ્યોના આધારે લોકો સાથે સંબંધ બનાવવા જોઈએ. નવી દિલ્લીમાં પોતાના 50 મિનિટના સમાપન ભાષણમાં પીએમ મોદીએ જોર આપીને કહ્યુ કે, 'ભાજપ સેવા, સંકલ્પ અને પ્રતિબદ્ધતાના મૂલ્યો પર ચાલે છે અને એક પરિવારની આસપાસ નથી ફરતી. ભાજપ પરિવાર દ્વારા સંચાલિત પાર્ટી નથી.'

narendra modi

પીએમ મોદીએ એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે ભાજપ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આ વાતનો અનુરોધ કરે છે કે તે પીએમ મોદીની વાતોનુ ધ્યાન રાખે. બેઠકમાં શામેલ એક અન્ય વરિષ્ઠ નેતાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ હાલમાં જ થયેલ બે પેટાચૂંટણીમાં ભાજપના પ્રદર્શનની પણ પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'આપણે સહુએ ભાજપના પક્ષમાં થઈ રહેલ પરિવર્તનને નજર અંદાજ કર્યુ છે. એલેનાબાદમાં કે જે ઈન્ડિયન નેશનલ લોકદળનો ગઢ છે, ભાજપને ગઈ વખતે 45,000 વોટ મળ્યા હતા પરંતુ આ વખતે આપણને 59000 વોટ મળ્યા છે. મતોમાં આ વૃદ્ધિ થઈ છે. સીટ પર ખેડૂતોના આંદોલનની અસર છે, આનો અર્થ એ છે કે સામાન્ય લોકો કૃષિ કાયદાની વિરુદ્ધ નથી.'

એક નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના બડબેલ મત વિસ્તાર વિશે પણ વાત કરી. એક અન્ય નેતાઓ કહ્યુ, 'ગઈ વખતે ભાજપને આ વિધાનસભામાં 700 મત મળ્યા હતા જ્યારે આ વખતે આપણને 21,000 મત મળ્યા હતા, જે અભૂતપૂર્વ છે. પીએમે કહ્યુ કે આપણે આ પરિણામોના ઉજ્વળ પક્ષને જોવો જોઈએ અને બદલાવની દિશામાં કામ કરવુ જોઈએ.'

English summary
PM Narendra Modi says BJP is not family-run party in party national executive committee meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X