સમુદ્ર કિનારે પીએમ મોદીને કચરો દેખાયો તો જાતે સાફ કરવા લાગ્યા, જુઓ Video

આજે સવારે પીએમ મોદી મામલ્લાપુરમ (મહાબલીપુરમ) સમુદ્ર કિનારે મોર્નિંગ વૉક માટે પહોંચ્યા અને આ દરમિયાન તેમણે ત્યાં સાફ સફાઈ પણ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે તમિલનાડુના મામલ્લાપુરમમાં અનૌપચારિક વાતચીત થઈ. આજે સવારે પીએમ મોદી મામલ્લાપુરમ (મહાબલીપુરમ) સમુદ્ર કિનારે મોર્નિંગ વૉક માટે પહોંચ્યા અને આ દરમિયાન તેમણે ત્યાં સાફ સફાઈ પણ કરી. પીએમ મોદી હાથમાં એક પ્લાસ્ટિકની થૈલી લઈ સમુદ્ર કિમારે કચરો વીણતા જોવા મળ્યા. આનો વીડિયો ખુદ પીએમ મોદીએ પોતાના ટવિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે ત્યાં લગભગ 30 મિનિટ સુધી સમય વીતાવ્યો અને જોગિંગ સાથે દેશને સાફ સફાઈનો સંદેશ આપ્યો.

modi

ટ્વિટર પર પોતાનો વીડિયો શેર કરીને પીએમ મોદીએ લખ્યુ, આપણે આપણી ચારે તરફ ધ્યાન રાખવુ જઈએ અને સુનિશ્ચિત કરવુ જોઈએ કે આપણા સાર્વજનિક સ્થળો સાફ સુથરા રહે. સાથે જ આપણા આરોગ્ય પર પણ ધ્યાન આપવુ જોઇએ. એ જરૂરી છે કે આપણે સ્વસ્થ અને ફિટ રહીએ. તમને જણાવી દઈએ કે શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચ્યા છે અને આજે પીએમ મોદી અને તેમની વચ્ચે મામલ્લાપુરમમાં વાતચીત થશે.

ભારત અને ચીન વચ્ચે સવારે 10 વાગે શિખર વાતચીત શરૂ થઈ. આ વાતચીતમાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ. બેઠકમાં બંને દેશોના વિદેશ મંત્રી સહિત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા. આ દરમિયાન બંને દેશ વેપાર અને કટ્ટરપંથ જેવા જોખમ પર પણ ચર્ચા કરી.

નેપાળ પણ જશે શી જિનપિંગ

પીએમ મોદી સાથે લંચ કર્યા બાદ શી જિનપિંગ નેપાળનો પણ પ્રવાસ કરશે. તે લગભગ દોઢ વાગે ચેન્નઈ એરપોર્ટથી નેપાળ માટે રવાના થશે. તમને જણાવી દઈએ કે કાલે પીએમ મોદીએ શી જિનપિંગને મામલ્લાપુરમના ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કરાવી. પછી બંનેએ રાતે ડિનર સાથે કર્યા બાદ લગભગ અઢી કલાક સુધી વાતચીત પણ કરી. આ બેઠકમાં આતંકવાદના મુદ્દા પર પણ વાત થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X