ઇન્ડિયન કોફી હાઉસ જોઇ ગાડીમાંથી કેમ ઉતરી ગયા PM મોદી?

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે જયરામ ઠાકુરના શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શિમલા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી હેલિપેડ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે શિમલાના માલ રોડ સ્થિત કૉફી હાઉસ પર રોકાયા વિના નહોતા રહી શક્યા. પીએમ મોદીનો કાફલો રોકાયો ત્યારે ત્યાં હાજર લોકોએ તેમને ઘેરી લીધા હતા. પીએમ મોદીએ પણ હાથ હલાવી સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૉફી હાઉસની બહાર રોકાયા, પરંતુ અંદર નહોતા જઇ શક્યા. તેમણે રોડ પર જ કૉફી મંગાવી અને લોકો સાથે વાતો કરતા-કરતા કોફીનો આનંદ માણ્યો. ઘણા લોકોએ તેમની સાથે હાથ મિલાવ્યા અને સેલ્ફી પણ લીધી. દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં પાર્ટીની અનેક જવાબદારીઓ નિભાવી છે. હિમાચલની મુલાકાત દરમિયાન તેમણે પહેલા પણ અનેકવાર શિમલાની મુલાકાત લીધી છે. એ સમયે પીએમ મોદી આ ઇન્ડિયન કૉફી હાઉસની ઘણીવાર મુલાકાત લેતા હતા, આથી બુધવારે જ્યારે તેમનો કાફલો અહીંથી પસાર થયો ત્યારે પીએમ મોદી અહીં રોકાયા વિના ન રહી શક્યા.

narendra modi
English summary
PM Narendra Modi stopped by the iconic Indian Coffee House at Mall Road.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.