દેશના ખેડૂતોને PM મોદી કરશે સંબોધિત, પ્રાકૃતિક ખેતીના જણાવશે લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતો અને વૈજ્ઞાનિકોને સંબોધિત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતો અને વૈજ્ઞાનિકોને સંબોધિત કરશે. પીએમ મોદી આજે કૃષિ અને ખાદ્ય સંસ્કરણ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સવારે 11 વાગે સંબોધિત કરશે. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ સંબોધનમાં પીએમ મોદી ખેડૂતોને પ્રાકૃતિક રીતે ખેતી કરવાની રીતો પર ચર્ચા કરશે. સાથે જ પ્રાકૃતિક ખેતીના લાભની માહિતી પણ ખેડૂતોને આપશે.

પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આ અંગેની માહિતી શેર કરવામાં આવી છે કે ખેડૂત કલ્યાણ માટે પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરશે. ખેડૂતો પોતાની કૃષિ ક્ષમતાને વધારે એ માટે સરકારે ઘણા મહત્વના પગલાં લીધા છે. સરકાર તરફથી ખેડતોની આવક વધારવાના ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમના પાકનુ સારુ મૂલ્ય અપવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ત્રણ દિવસીય રાષ્ટ્રીય શિખર સંમેલનની શરૂઆત 14 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીના લાભથી ખેડૂતોને અવગત કરાવવાનો છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર આવી તમામ નીતિઓ પર જોર આપી રહી છે. આ કડીમાં આ ત્રણ દિવસીય શિખર સંમેલનનુ આયોજન 14થી 16 ડિસેમ્બર સુધી કરવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે આ શિખર સંમેલનમાં આજે કેન્દ્રીય સંસ્થા, રાજ્યોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આઈસીએમઆરના કેન્દ્રીય સંસ્થાન કૃષિ પ્રૌદ્યોગિતી મેનેજમેન્ટ એજન્સી નેટવર્કના માધ્યમથી જોડાશે જેમની સાથે પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે. આ સાથે જ લગભગ 5000 ખેડૂતો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.












Click it and Unblock the Notifications
