Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ganga Vilas Cruise: PM મોદી આજે દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝને બતાવશે લીલી ઝંડી

દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝ ગંગા વિલાસને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે.

Ganga Vilas Cruise: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના સૌથી લાંબા રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી બતાવી રવાના કરશે. પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રિવર ક્રૂઝને લીલી ઝંડી બતાવશે. આ ઉપરાંત તેઓ એક ટેંટ સિટીનુ પણ ઉદઘાટન કરશે. પીએમ મોદી આજે કુલ 1000 કરોડ રુપિયાથી વધુની યોજનાઓનુ ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

river cruise Ganga Vilas

તમને જણાવી દઈએ કે આ વિશ્વનુ સૌથી લાંબુ રિવર ક્રૂઝ છે. તે ભારતમાં જ તૈયાર કરવામા આવ્યુ છે. યુપીના વારાણસીથી શરૂ થયેલુ આ રિવર ક્રૂઝ આગામી 51 દિવસમાં 3,200 કિલોમીટરનુ અંતર કાપીને બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે. ગંગા વિલાસ ક્રૂઝ દ્વારા તમે વિશ્વના હેરિટેજ સાઇટ્સ અને નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. આ ક્રૂઝ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, આસામ થઈને નિદ ઘાટથી પસાર થશે. જેમાં 50થી વધુ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકાશે.

આમાં પ્રવાસીઓ ભારત સહિત બાંગ્લાદેશની કલા, સંસ્કૃતિ, ઈતિહાસનો અનુભવ કરી શકશે. ભારતમાં આ ક્રૂઝ પટના, સાહિબગંજ, કોલકત્તા, ગુવાહાટી જેવા મોટા શહેરોમાંથી પસાર થશે. જ્યારે આ ક્રૂઝ બાંગ્લાદેશના ઢાકા શહેરમાંથી પણ પસાર થશે. ગંગા વિલાસ તેની 51 દિવસની યાત્રા દરમિયાન 3200 કિલોમીટરનુ અંતર કાપશે. આ દરમિયાન તે ભારત અને બાંગ્લાદેશની 17 નદી પ્રણાલી દ્વારા તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ ક્રૂઝની પ્રથમ સફરમાં 40 ક્રૂ મેમ્બર ઉપરાંત 31 પ્રવાસીઓ સામેલ થશે. ક્રૂઝ પર જીમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીત અને સંગીત સહિત દરેક આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. આ રિવર શિપ દ્વારા કરાતી સૌથી લાંબી મુસાફરી હશે. આ ભારતનુ પ્રથમ રિવરશિપ છે જે કાશીથી બોગીબીલ સુધીની યાત્રા કરાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X