For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMએ CBIના પ્રમુખની વરણી પર રોકની માંગ ફગાવી

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 24 નવેમ્બર: પ્રધાનમંત્રી મનમોહનસિંહે કેન્દ્રીય તપાસ બ્યૂરોના નવા નિર્દેશક રણજીત સિન્હાની વરણી પર રોક લગાવવાની ભાજપની માંગને ફગાવી દીધી હતી. તેમણે એ આરોપને પાયાવિહોણો ગણાવ્યો કે આ વરણી સિલેક્ટ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રક્રિયાને રોકવા માટે કરવામાં આવી છે.

ભજપા નેતા અરૂણ જેટલીએ લખેલા એક પત્રમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લોકપાલના અમલ સુધી પ્રમુખ તપાસ એજન્સીને પ્રમુખ વગર રાખી શકાય નહીં, માટે નવી વરણી પર રોક લગાવી શકાય નહીં.

અરૂણ જેટલી તથા લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજે પ્રધાનમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે સીબીઆઇના નવા નિર્દેશકની વરણી ના થવી જોઇએ કારણ કે રાજ્યસભાની સિલેક્ટ સમિતિએ ભલામણ કરી હતી કે આ પ્રકારની વરણી એક કોલેજિયમ દ્વારા થવી જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એવું કહેવું કે આ વરણી સિલેક્ટ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રક્રિયાને રોકવા માટે કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ખોટી બાબત છે, અને તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું કે તેઓ એ વાતનું ખંડન કરે છે કે આ પહેલા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓ લાભ ખાટવા થઇ હતી.

English summary
Prime Minister Manmohan rejected BJP’s demand to keep in abeyance the appointment of new CBI Director Ranjit Sinha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X