For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા પીએમ મોદી હનુમાનગઢીના કરશે દર્શન, જાણો કેમ લગાવશે પારિજાતનો છોડ

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા પીએમ મોદી હનુમાનગઢીના દર્શન કરશે, જાણો કેમ લગાવશે પારિજાતનો છોડ.

|
Google Oneindia Gujarati News

ભગવાન રામની નગરી અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજનાર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની ભવ્ય તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 5 ઓગસ્ટે ભૂમિ પૂજન અને શિલાન્યાસના કાર્યક્રમમાં શામેલ થયા બાદ રામ મંદિરનુ પુનઃ ભવ્ય નિર્માણ કાર્ય પ્રારંભ થઈ જશે.

પીએમ હનુમાનગઢીમાં પૂજા અને દર્શનમાં ભાગ લેશે

પીએમ હનુમાનગઢીમાં પૂજા અને દર્શનમાં ભાગ લેશે

પીએમઓએ પ્રધાનમંત્રીના કાર્યક્રમની સૂચના આપીને જણાવ્યુ કે પીએમ મોદી બુધવારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના સ્થાપના દિવસે સાર્વજનિક સમારંભમાં શામેલ થશે. સમારંભ પહેલા પીએમ હનુમાનગઢીમાં પૂજા અને દર્શનમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટે રામ મંદિર શિલાન્યાસમાં શામેલ થવા માટે સંત અયોધ્યા પહોંચી ચૂક્યા છે. બધા સંતોએ હનુમાનગઢી મંદિર અને સરયુ નદીની પૂજા કરી.

પારિજાત એક દિવ્ય વૃક્ષ

પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ જશે. તે ભગવાન શ્રીરામલલા વિરાજમાનની પૂજામાં ભાગ લેશે. તે ફરીથી એક પારિજાતનો છોડ લગાવશે અને બાદમાં ભૂમિ પૂજન કરશે. મહંત રાજકુમાર દાસે જણાવ્યુ કે પારિજાતને એક દિવ્ય વૃક્ષ માનવામાં આવે છે એટલા માટે પીએમ મોદી આ વૃક્ષ લગાવશે.

મંદિર બનવામાં સાડા ત્રણ વર્ષનો સમય લાગશે

તમને જણાવી દઈએ કે મંદિરના પ્રસ્તાવિત મૉડલના ફોટા પણ જારી કરવામાં આવ્યા છે. મંદિરની આ ડિઝાઈન નિખિલ સોમપુરાએ તૈયાર કરી છે. હવે મંદિરમાં ત્રણની જગ્યાએ પાંચ ગુંબજ હશે. આનાથી તેની લંબાઈ, પહોળાઈ અને ઉંંચાઈ વધી જશે. ગુજરાતમાં સોમનાથ મંદિરનુ નિર્માણ કરનાર આર્કિટેક્ટ પરિવારના ચંદ્રકાંત સોમપુરાને રામ મંદિરના મૉડલ અને ડિઝાઈન તૈયાર કરવાની જવાબદારી મંદિર આંદોલનના નાયક કહેવાતા અશોક સિંઘલે સોંપી હતી. મંદિર બનવામાં સાડા ત્રણ વર્ષનો સમય લાગશે.

Live: અયોધ્યા માટે આજે ઐતિહાસિક દિવસ, ભૂમિપૂજન થશેLive: અયોધ્યા માટે આજે ઐતિહાસિક દિવસ, ભૂમિપૂજન થશે

English summary
PM will visit Hanumangarhi before Ayodhya Ram temple Bhoomi Pujan, why to plant Parijat plant, know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X