PNB Scam: મેહુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીની EDએ કરી ધરપકડ
પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારા હીરા વેપારી મેહુલ ચોક્સીના સાથીને પકડવામાં ઈડીને મોટી સફળતા મળી છે.
પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારા હીરા વેપારી મેહુલ ચોક્સીના સાથીને પકડવામાં ઈડીને મોટી સફળતા મળી છે. ઈડીએ મેહુલ ચોક્સીના સહયોગી દીપક કુલકર્ણીની કોલકત્તા એરપોર્ટ પર ધરપકડ કરી લીધી છે. કુલકર્ણી હોંગકોંગથી જ્યારે કોલકત્તા એરપોર્ટ પર પહોંચ્યો તો અહીં પહેલેથી જ ઈડીના અધિકારી હાજર હતા જેમણે કુલકર્ણીની અહીં ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે દીપક કુલકર્ણી મેહુલ ચોક્સીની હોંગકોંગ સ્થિત નકલી કંપનીનો ડાયરેક્ટર હતો.

ઈડી અને સીબીઆઈએ પહેલેથી જ દીપક કુલકર્ણીના વિરોધમાં લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યુ હતુ ત્યારબાદ આજે કોલકત્તા એરપોર્ટ પહોંચતા જ ઈડીના અધિકારીઓએ કુલકર્ણીને પકડી લીધો. તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરના રોજ મેહુલ ચોક્સીએ કહ્યુ હતુ કે તે બિમાર છે. આ કારણે તે 41 કલાક લાંબો પ્રવાસ કરીને ભારત આવી શકે તેમ નથી. ઈડીએ મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કરી દીધો છે જેનો ચોક્સીના વકીલે કોર્ટમાં વિરોધ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 17 નવેમ્બરે થશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈડીએ પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડ રૂપિયાના ગોટાળાના આરોપી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરીને તેની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. તેની આ સંપત્તિ ભારત સહિત ચાર અન્ય દેશોમાં સ્થિત છે. જ્યારે 17 ઓક્ટોબરે ઈડીએ પીએનબી ગોટાળામાં આરોપી નીરવ મોદી, મેહુલ ચોક્સી, મિહિર ભણશાળી અને અન્ય આરોપીઓની 218.46 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત










Click it and Unblock the Notifications
