PNBને ઠેંગો દેખાડી વિદેશી બેંકોના પૈસા ચૂકતે કરશે નીરવ મોદી

PNGને ઠેંગો દેખાડી વિદેશી બેંકોના પૈસા ચૂકતે કરશે નીરવ મોદી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીએ બે વિદેશી બેંકો પાસેથી લીધેલ લોનની રકમ ચૂકતે કરશે. અમેરિકાની HSBC બેંક અને ઈઝરાયલ ડિસકાઉન્ટ બેંકને નીરવ મોદીની કંપનીએ પૈસા ચૂકવવા માટે રાજી થઈ ગયો છે. જણાવી દઈએ કે આ બંને બેંકોને ન્યૂયોર્કની કોર્ટે રકમ વસૂલવાનો આદેશ આપ્યો હતો.

આ કંપનીઓને નામ વિદેશી બેંકની લોન

આ કંપનીઓને નામ વિદેશી બેંકની લોન

જણાવી દઈએ કે આઈડીબી ન્યૂયોર્કે 2013માં નીરવ મોદીની બે કંપનીઓષ ફાયરસ્ટાર ડાયમંડ ઈંક અને ફેન્ટસી ઈંકને 20 લાખ ડોલરની લોન આપી હતી, જ્યારે એચએસબીસીએ મોદીની આ કંપનીઓને જ વર્ષ 2016માં 60 લાખ ડોલરની લોન આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ કંપનીઓ સંબંધિત સંપત્તિની લિલામી કરીને બાકીના પૈસા હાંસલ કરશે. યૂએસ ટ્રસ્ટીએ બેંકો અને કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે કે તેમની વસૂલી પૂરી થઈ જશે.

ભારતીય બેંકો કેમ નથી વસૂલી શકતી

ભારતીય બેંકો કેમ નથી વસૂલી શકતી

પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે આખરે પંજાબ નેશનલ બેંક હજુ સુધી લોનના પૈસા વસૂલ કરવામાં પાછળ કેમ છે? જ્યારે વિદેશી બેકો પોતાની લોનને વસૂલ કરવા માટે આ કંપનીઓ સાથે જોડાયેલ સંપત્તીની હરાજી કરી શકે છે તો આખરે ભારતીય બેંકો આવું કેમ નથી કરી રહી.

મોડેથી કાર્યવાહી શરૂ થઈ છતાં લોનના રૂપિયા વસુલી લેશે

મોડેથી કાર્યવાહી શરૂ થઈ છતાં લોનના રૂપિયા વસુલી લેશે

આનાથી વિપરીત અમેરિકામાં કાર્યવાહી બહુ મોડેથી શરૂ થઈ છતાં બે બેંક પોતાની લોનને સુરક્ષિત કરવામાં સક્ષમ બની છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિદેશી બેંક જે સંપત્તિની લિલામીની વાત કરી રહી છે તે ભારતીય એજન્સીઓ વતી અટેચ કરવામાં આવી છે તે સંપત્તિ છે કે કોઈ અન્ય સંપત્તિ છે. જણાવી દઈએ કે નિરવ મોદી પર 13000 કરોડનું પીએનબી ઘોટાળો કરવાનો આરોપ છે. ઘોટાળો સામે આવ્યા બાદથી નીરવ મોદી વિદેશ ભાગી ગયો છે. આ કૌભાંડમાં નીરવના મામા મેહુલ ચોક્સી પણ તેની સાથે જ સામેલ છે, બંને હાલ ફરાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X