For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચારે તરફ ટીકા બાદ યુપી પોલિસે પ્રિયંકા ગાંધીની માંગી માફી, પોલિસકર્મીએ ખેંચ્યો હતો કૂર્તો

ચારેતરફ ટીકા બાદ નોઈડા પોલિસે પ્રિયંકા ગાંધીનો કૂર્તો ખેંચવા બાબતે ખેદ વ્યક્ત કર્યુ છે અને તપાસના આદેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નોઈડાઃ ગૌતમ બુદ્ધ નગર-નોઈડાની પોલિસે રવિવાર(4 ઓક્ટોબર)ના રોજ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની માફી માંગી છે. પ્રિયંકા ગાંધી હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા શનિવારે(3 ઓક્ટોબર) હાથરસ જઈ રહ્યા હતા ત્યારે ડીએનડી ફ્લાઈ-વે પર પોલિસે તેમને રોક્યા હતા. આ દરમિયાન એક પુરુષ પોલિસકર્મીએ પ્રિયંકા ગાંંધીનો કૂર્તો પકડીને ખેંચ્યો હતો. જેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. ચારેતરફ ટીકા બાદ નોઈડા પોલિસે આ બાબતે ખેદ વ્યક્ત કર્યુ છે અને તપાસના આદેશ આપ્યા છે.

પ્રિયંકા ગાંધીની માફી માંગીને આપ્યા તપાસના આદેશ

પ્રિયંકા ગાંધીની માફી માંગીને આપ્યા તપાસના આદેશ

નોઈડા પોલિસે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'નોઈડા પોલિસને ડીએનડી પર એક અનિયંત્રિત ભીડને સંભાળવા દરમિયાન પ્રિયંકા ગાંધી સાથે થયેલી ઘટના પર ઘણો અફસોસ છે. અમે પ્રિયંકા ગાંધીની માફી માંગીએ છીએ.' તેમણે આગળ લખ્યુ કે, 'ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલિસ(મુખ્યાલય)એ ઘટનાનુ સ્વતઃ જાણવાજોગ લઈને એક વરિષ્ઠ મહિલા અધિકારી દ્વારા તપાસના આદેશ આપ્યા છે. અમે નોઈડા પોલિસ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મહિલાની ગરિમા, અમારા માટે સર્વોપરિ છે.'

સોશિયલ મીડિયા પર પ્રિયંકા સાથે થયેલ આ વલણ પર ભડક્યા નેતા

સોશિયલ મીડિયા પર પ્રિયંકા સાથે થયેલ આ વલણ પર ભડક્યા નેતા

શિવસેના નેતા સંજય રાઉતે યુપી પોલિસ પર સવાલ ઉઠાવવીને કહ્યુ હતુ કે શું યુપીમાં મહિલા પોલિસ નથી? પ્રિયંકા ગાંધી સાથે જે થયુ, તે લોકતંત્રની હત્યા છે. વળી, મહારાષ્ટ્રના ભાજપ મહિલા નેતાએ પણ પ્રિયકા સાથે થયેલા વલણ માટે યુપી પોલિસની ટીકા કરી હતી અને સીએમ યોગી આદિત્યનાથને તપાસ કરવા માટે કહ્યુ હતુ. ઘટનાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થી રહ્યો છે અને દરેક જણ આના પર ઉત્તર પ્રદેશની પોલિસની ટીકા કરી રહ્યુ છે. મહિલા નેતાઓએ આ ઘટનાને શરમજનક ગણાવી છે.

શનિવાર DND પર થયો જોરદાર હોબાળો

શનિવાર DND પર થયો જોરદાર હોબાળો

પ્રિયંકા ગાંધીને શનિવાર ડીએનડી ફ્લાઈવે પર એ વખતે ધક્કો માર્યો હતો જ્યારે તે પોતાની પાર્ટીના કાર્યકર્તાનો પોલિસ લાઠીચાર્જથી બચાવી રહ્યા હતા. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને ઘણા કોંગ્રેસ કાર્યકર્તા પીડિત પરિવારને મળવા માટે હાથરસ જવા કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન નોઈડા પોલિસે તેમને ડીએનડી પર રોકી દીધા હતા. આ હોબાળા દરમિયાન પ્રિયંકા ગાંધી એક કોંગ્રેસ કાર્યકર્તાને બચાવવા માટે બેરિકેડથી કૂદી ગયા આ દરમિયાન સંભવતઃ પ્રિયંકા ગાંધીના કૂર્તાને પકડીને એક પુરુષ પોલિસકર્મીઓ ખેંચ્યો. જો કે બાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને હાથરસમાં પીડિતાના પરિવારને મળવા ગયા. બંને નેતાઓએ પીડિત પરિવારને ન્યાયનો ભરોસો આપ્યો છે.

મહિલાઓને સંસ્કારોની સલાહ દેનાર BJP નેતા પર રાહુલનો પ્રહારમહિલાઓને સંસ્કારોની સલાહ દેનાર BJP નેતા પર રાહુલનો પ્રહાર

English summary
Police apologised to Priyanka Gandhi Vadra and ordered an inquiry for holding her kurta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X