For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકબેન્ડ ગર્લ્સને ફેસબુક પર ધમકી આપનાર સામે કેસ દાખલ

|
Google Oneindia Gujarati News

battle band
શ્રીનગર, 5 ફેબ્રુઆરી: કાશ્મીરનું પહેલું મહિલા રોક બેન્ડ પરગાસમાં સામેલ યુવતીઓને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ધમકી આપનારાઓની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે. ધારા 66 અને 506 એટલે કે ડરાવવા અને ધમકાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ધમકી આપનારોની ધરપકડ કરી લેવામાં આવશે. જોકે હજી એ નક્કી નથી થયું કે પ્રશાસન સંગીતને લઇને યુવતીઓ પર ફતવો જારી કરનાર મુફ્તીની સામે શું કાર્યવાહી કરશે.

પરગાશ રોક બેન્ડને પોતાનું બેન્ડ બંધ કરવા સતત ધમકીઓ મળી રહી હતી. ત્યાર બાદ શ્રીનગરના મુખ્ય મુફ્તીએ બેન્ડની સામે ફતવો જારી કર્યો હતો. દેશ ભરમાં ફતવાનો વિરોધને લઇને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહએ આશ્વાસન આપ્યું હતું કે યુવતીઓને ડરવાની જરૂર નથી. દોષીયોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી અબ્દુલ્લાએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કરી કલમ 66 અને 506 અંતર્ગત કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુફ્તી બશીરૂદ્દીનના ફતવાની સામે શું કાર્યવાહી થશે તે જોવાની વાત છે અથવા તો તેઓ પોતાનો ફતવો પાછો લેશે?

English summary
J&K police file FIR against online attackers of Kashmir's all-girl band.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X