For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફિસર, જેને 2000 ધમકીઓ મળ્યા પછી પણ આસારામ કેસની જાંચ કરી

જોધપુર કોર્ટે આજે આસારામને બાળકી સાથે બળાત્કાર કરવાના મામલે દોષી જાહેર કર્યો છે. આ મામલે લગભગ 5 વર્ષથી આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જોધપુર કોર્ટે આજે આસારામને બાળકી સાથે બળાત્કાર કરવાના મામલે દોષી જાહેર કર્યો છે. આ મામલે લગભગ 5 વર્ષથી આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામ સાથે બીજા બે પણ દોષી જાહેર થયા છે, જયારે બે વ્યક્તિને છોડી મુકવામાં આવ્યા છે. આ આખા મામલે આસારામને જેલ સુધી પહોંચાડવા અને તેના વિરુદ્ધ પુરાવા ભેગા કરવામાં સૌથી અગત્યનો રોલ સિનિયર પોલીસ અધિકારી અજય લાંબા નો હતો. અજય લાંબાએ જયારે આ કેસ હાથમાં લીધો ત્યારે તેમને ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટ અનુસાર આ કેસ છોડવા માટે અજય લાંબાને 2000 કરતા પણ વધારે ધમકીઓ મળી હતી. તેમને ધમકી ભરેલા ફોન કોલ અને હજારો ચિઠ્ઠી પણ આવી હતી, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ હતી.

વર્ષ 2013 દરમિયાન લાંબા ને કેસ મળ્યો હતો

વર્ષ 2013 દરમિયાન લાંબા ને કેસ મળ્યો હતો

લાંબા ને ઓગસ્ટ 2013 દરમિયાન આસારામનો કેસ મળ્યો હતો, ત્યારે તેઓ જોધપુર વેસ્ટમાં ડીસીપી હતા, તેમને જણાવ્યું કે આ કેસમાં તેમને એવી ઘણી વસ્તુઓ જોવા મળી જે પરેશાન કરનાર હતી. જેમાં વારંવાર મળતી ધમકીઓ, સાક્ષીઓની થતી હત્યા, અને મીડિયામાં કેસનું રહેવું પણ શામિલ હતું. તેમને જણાવ્યું કે તેમને ધમકીઓ મળતી હતી કે તેના આખા પરિવારને મારી નાખવામાં આવશે. ફોન પર નવા નવા નંબરથી ધમકીઓ મળતી હતી. આ બધું તેમના ઉદયપુર શિફ્ટ થતા સુધી ચાલ્યું.

દીકરીને સ્કુલ મોકલવાનું બંધ કર્યું

દીકરીને સ્કુલ મોકલવાનું બંધ કર્યું

અજયપાલ લાંબા હાલમાં જોધપુર માં એસપી (એન્ટી કરપ્શન બ્યુરો) છે. તેમને જણાવ્યું કે એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેઓ તેમના પરિવારને સુરક્ષાને લઈને એટલા પરેશાન હતા કે તેમને પોતાની દીકરીને થોડા દિવસ માટે સ્કુલ મોકલવાનું બંધ કરી દીધું હતું. તેમના જણાવ્યું કે તેમની પત્ની ઘણા દિવસો સુધી ઘરની બહાર જતી ના હતી. તેમને જણાવ્યું કે જાંચના 10 અઠવાડિયામાં તેમને પોતાની પહેલી ચાર્જશીટ દાખલ કરી. લાંબા જણાવે છે કે આ કેસ દરમિયાન કોઈ પણ પ્રકારનો રાજનૈતિક દબાવ તેમના પર ના હતો.

ઇન્દોર થી આસારામની ધરપકડ કરી

ઇન્દોર થી આસારામની ધરપકડ કરી

લાંબા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આસારામની ધરપકડ કરવી એક મોટો પડકાર હતો કારણકે તેનાથી કાનૂન વ્યવસ્થામાં મુસીબત આવી શકે તેવી હતી. પરંતુ રણનીતિ હેઠળ પોલીસે ઇન્દોર થી આસારામ ની ધરપકડ કરી અને પોલીસ રિમાન્ડ પર રાખ્યા પછી તેને જોધપુર સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા.

આસારામ પાસે અરબોની સંપત્તિ

આસારામ પાસે અરબોની સંપત્તિ

આપણે જણાવી દઈએ કે આસારામ પાસે અરબોની સંપત્તિની સાથે સાથે હજારો ભક્તોની ફોઝ પણ છે. જે તેમના નામ પર હિંસા કરવાથી પણ પાછળ નહીં હટતા. તેવામાં આસારામ વિરુદ્ધ રેપ જેવા ગંભીર મામલે જાંચ કરવી, પુરાવા ભેગા કરવા, અદાલત સામે પુરાવા રજુ કરવા, પીડિતાને પણ સુરક્ષાનો ભરોષો અપાવવો સરળ ના હતું. પરંતુ લાંબાએ આ બધું કરીને બતાવ્યું.

English summary
Police officer Ajay Pal Lamba probe in Asaram rape case received 2000 life threat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X