આચાર સંહિતા દરમિયાન પોલીસે કારમાંથી 35 લાખ કેશ પકડી
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે એક કારમાંથી 35 લાખ 37 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. ખરેખર પોલીસ ફરિદપુર ચોકી વિસ્તારમાં વાહન ચેકીંગ અભિયાન ચલાવી રહી હતી.
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે એક કારમાંથી 35 લાખ 37 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. ખરેખર પોલીસ ફરિદપુર ચોકી વિસ્તારમાં વાહન ચેકીંગ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન પોલીસ તલાશીમાં કારમાંથી મોટી માત્રામાં કેશ મળી આવી. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને કારણે દેશમાં આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. ત્યારપછી પોલીસ અને પ્રશાશન બિલકુલ સચેત થઇ ગયા છે.

પોલીસે જયારે આરોપીને શંકાશીલ માનીને પૂછપરછ કરી પરંતુ આરોપી ડ્રાઈવર કઈ જ કહી શક્યો નહીં. પરંતુ તેને એટલું ચોક્કસ જણાવ્યું કે આ પૈસા રામપુરના દારૂના વેપારી રાજેશ ગુપ્તાના છે. પરંતુ તેને જણાવ્યું નહીં કે આટલી મોટી રકમ લઈને તે ક્યાં જઈ રહ્યો હતો. પોલીસે આરોપીને પકડીને આઇટી ડિપાર્ટમેન્ટની હાજરીમાં જયારે પૈસા ગણ્યા ત્યારે તે 35 લાખ 37 હજાર જેટલી કેશ હતી.

એસએસપી મુનિરાજ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફરિદપુર ચોકી વિસ્તારમાં મોડી રાત્રે ચેકીંગ દરમિયાન એક કારમાંથી 35 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસે આરોપીને પકડીને તેની પૂછપરછ કરી છે. પરંતુ તેની પાસેથી કોઈ વધારે માહિતી નથી મળી શકી. આ આખો મામલો ઈન્ક્મ ટેક્સ ટીમને સોંપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોદીનું થશે પુનરાવર્તન કે પછી નવી સરકાર? આ મુદ્દા નક્કી કરશે દેશનું ભવિષ્ય












Click it and Unblock the Notifications
