'અખિલેશ પસંદ હે' ગીત પર યુપી પોલીસનો ડાન્સ, વીડિયો વાયરલ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ ચૂંટણી ના પ્રચારમાં સમાજવાદી પાર્ટીનું ચૂંટણી પ્રચારનું ગીત 'યુપી કો અખિલેશ પસંદ હે' ખૂબ લોકપ્રિય થયું છે. આ સાથે જ યુપી પોલીસ કર્મચારીઓનો આ ગીત પર ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ ગીત પર પોલીસના ડાન્સના બે વીડિયો વાયરલ થયા છે, જેમાંથી એક વીડિયો સાચો છે, જ્યારે બીજા વીડિયો પાછળનું તથ્ય કંઇક અલગ જ છે.

viral video

ચૂંટણી પ્રચારમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો ડાન્સ

આ વીડિયો કઇ જગ્યાનો છે, એનો તો ખુલાસો નથી થયો, પરંતુ યુપીના પોલીસના કર્મચારીઓના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ફરજ પર હાજર રહેલા બે પોલીસ કર્મચારીઓના રોકાણની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં જ ડાન્સ પાર્ટી થઇ હતી. વીડિયોના બેકગ્રાઉન્ડમાં આ પોલીસ કર્મીઓના સાથીદારો તેમને ડાન્સ માટે પ્રોત્સાહિત કરતા સાંભળવા મળે છે.

અહીં વાંચો - ભાજપ ઉમેદવારની ચૂંટણી સભામાં અભદ્ર ડાન્સ, જુઓ વીડિયો

મહારાષ્ટ્ર પોલીસના ડાન્સનો ફેક વીડિયો

'યુપી કો અખિલેશ પસંદ હે' ગીતનો જે બીજો વીડિયો વાયરલ થયો છે, તે ફેક છે. આ વીડિયોમાં ડાન્સ કરી રહેલાં વ્યક્તિઓ પોલીસ કર્મચારીઓ નથી. આમાં મહારાષ્ટ્ર પોલીસના ડાન્સ વીડિયોને 'અખિલેશ પસંદ હે' ગીત સાથે મિક્સ કરવામાં આવ્યું છે.

English summary
UP Assembly Election 2017, Policemen dancing on the song 'UP ko Akhilesh pasand hai' viral video.
Please Wait while comments are loading...