For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ પીએમ મોદી પર કોંગ્રેસના ટ્વિટને લઈને રાજકીય વિવાદ, ગણાવ્યા હતા 'અંગૂઠા છાપ'

કર્ણાટકમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ વચ્ચે રાજકીય દળોમાં વાક યુદ્ધ પણ ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટકમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ વચ્ચે રાજકીય દળોમાં વાક યુદ્ધ પણ ચાલુ છે. સોમવારે પોતાના એક ટ્વિટમાં કર્ણાટક કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને કંઈક એવુ કહ્યુ જેનાથી રાજકીય વિવાદ ઉભો થઈ ગયો છે. રાજ્યના કોંગ્રેસ એકમે ટ્વિટમાં પીએમ મોદીને 'અંગૂઠા છાપ' ગણાવીને પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોના ગુણગાન ગાયા. કોંગ્રેસના આ ટ્વિટ પર પલટવાર કરીને ભાજપે પણ જોરદાર જવાબ આપ્યો છે.

pm modi

કર્ણાટક કોંગ્રેસે કન્નડ ભાષામાં કરવામાં આવેલા ટ્વિટમાં લખ્યુ, 'કોંગ્રેસે સ્કૂલ બનાવી પરંતુ મોદી ક્યારેય ભણવા ના ગયા, અહીં સુધી કે કોંગ્રેસે વૃદ્ધોને શીખવવા માટે પણ યોજનાઓ બનાવી પરંતુ અહીં પણ મોદી ન શીખ્યા. જે લોકોએ ભીખ માંગવાનુ પ્રતિબંધિત હોવા છતાં તેમણે ચૂંટ્યા, તેમણે આજે લોકોને ભીખ માંગવા માટે મજબૂર કરી દીધા છે. દેશ #અંગૂઠાછાપ મોદીના કારણે દુઃખ ઝેલી રહ્યો છે.' કોંગ્રેસના આ ટ્વિટની હવે ઘણી ટીકા થઈ રહી છે, ખુદ પોતાની જ પાર્ટીના નેતા પણ તેને યોગ્ય નથી ગણાવી રહ્યા. જો કે તેણે ટ્વિટની નિંદા કરવાનો પણ ઈનકાર કરી દીધો છે.

કર્ણાટક કોંગ્રેસના પ્રવકતા લાવણ્યા બલાલે ટ્વિટ પર ટિપ્પણી કરીને કહ્યુ કે ઉપયોગમાં લેવાયેલી ભાષા યોગ્ય નથી, આને લઈને તપાસ પણ કરવામાં આવશે પરંતુ તે આના માટે માફી નહિ માંગે અને ના પાછળ હટશે. વળી, ભાજપ પણ કોંગ્રેસના આ ટ્વિટથી ગુસ્સામાં છે. ભાજપના રાજ્ય પ્રવકતા માલવિકા અવિનાશે કહ્યુ કે આનાથી અંદાજ લગાવી શકાય છે કે કોંગ્રેસ કઈ હદ સુધી નીચે જતી રહી છે. તે આ ટ્વિટ પર ટિપ્પણી કરવાનુ પણ યોગ્ય નથી સમજતા. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને હટાવ્યા બાદ સીએમ બસવરાજ બોમ્મઈએ રાજ્યની કમાન સંભાળી છે પરંતુ પેટા ચૂંટણીમાં ભાજપની સાખ દાવ પર લાગેલી છે.

English summary
Political controversy over Karnataka Congress tweet on PM Modi BJP retaliates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X