Jharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે
રાંચીઃ મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં પણ રાજકીય નાટક શરૂ થઈ ગયું છે, અહીં પણ સીટોને લઈ ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી વચ્ચે સહમતિ નથી બની શકી માટે હવે લોજપાએ રાજ્યમાં એકલા જ ચૂંટણઈ લડવાનું એલાન કર્યું છે. એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે ઝારખંડમાં ચૂંટણી લડવાનો અંતિમ ફેસલો પ્રદેશ એકમે લેવાનો હતો અને તેમણે 50 સીટ પર એકલા જ ચૂંટણી લડવાનો ફેસલો લીધો છે.

ઝારખંડમાં એકલા ચૂંટણી લડશે એલજેપી
પાસવાને સ્પષ્ટ કર્યું કે લોજપા આ વખતે ટોકનના રૂપમાં આપવામાં આવનાર સીટ સ્વીકાર નહિ કરે, અમે ગઠબંધન અંતર્ગત છ સીટોની માંગ કરી હતી તેના પર આ તમામ સીટો વિશે રવિવારે ભાજપ દ્વારા ઘોષણા કરવામાં આવી ચૂકી છે માટે હવે અમે એકલા જ ચૂંટણી લડવાનો ફેસલો કર્યો છે.

ઝારખંડમાં પાંચ તબક્કામાં મતદાન
ઝારખંડની તમામ 81 સીટ પર 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન 5 તબક્કામાં મતદાન થશે. પરિણામ 23મી ડિસેમ્બરે આવશે. પાછલી વખતે પણ રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. 81 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. રાજ્યમાં હજુ તામ ભાજપ અને ઑલ ઝારખંડ સ્ટૂડેન્ટ્સ યૂનિયન(AJSU)ની ગઠબંધન સરકાર છે. બહુમત માટે 41નો આંકડો જરૂરી છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 37 અને AJSUને 5 સીટ મળી હતી. બાદમાં ઝારખંડ વિકાસ મોર્ચાના 6 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા. હાલ ભાજપ પાસે 43 ધારાસભ્યો છે.
|
81 વિધાનસભા સીટમાંથી 67 નક્સલ પ્રભાવિત વિસ્તારો
રાજ્યોના 24 જિલ્લામાંથી 19 નક્સલ પ્રભાવિત છે. જેમાંથી 13 અતિ નક્સલ પ્ભાવિત છે એટલે કે 81 વિધાનસભા સીટમાંથી 67 નક્સલ પ્રભાવિત એરિયા છે. શારીરિક રૂપે અક્ષમ લોકોને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે. આવશ્યક સેવાઓ અને વૃદ્ધોને પણ પોસ્ટલ બેલેટની સુવિધા મળશે. જ્યાં સુધી દિલ્હી ચૂંટણી આવશે ત્યાં સુધી તમામ જરૂરી સેવાઓના કર્મચારીઓ માટે પણ પોસ્ટલ બેલેટની સુવિધા આપશે.