For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે રાજકારણ શરુ

રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવાલય સહિત ત્રણ મંદિરો પર બુલડોઝર ચલાવવા મામલે રાજકારણ શરુ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવાલય સહિત ત્રણ મંદિરો પર બુલડોઝર ચલાવવા મામલે રાજકારણ શરુ થઈ ગયુ છે. આ મામલે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર ભારતીય જનતા પાર્ટીએ જોરદાર પ્રહાર શરુ કરી દીધા છે. રાજસ્થાન જ નહિ પરંતુ કેન્દ્રના ભાજપ નેતા પણ કોંગ્રેસ પર બુલડોઝરને લઈને નિશાન સાધી રહ્યા છે.

temple

રાજગઢમાં મંદિરો પર જેસીબી ચાલવા મામલે રાજસ્થાનમાં પ્રદેશાધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યુ કે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે કોઈ રસ્તો કાઢીને મંદિર બચાવવુ જોઈતુ હતુ. હિંદુ નવવર્ષ પર કરૌલી શહેરમાં શોભાયાત્રા પર પત્થરમારાની ઘટના બાદ સરકારની નિયત ચોખ્ખી દેખાઈ રહી છે. કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટ બેંકને ખુશ કરવા માંગે છે માટે 300 વર્ષ જૂના મંદિરને તોડી દેવામાં આવ્યુ.

આઈટી સેલના ચીફ અમિત માલવીય

ભાજપના નેશનલ આઈટી સેલના ચીફ અમિત માલવીયએ ટ્વિટમાં લખ્યુ કે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી જ કોંગ્રેસનુ સેક્યુલરિઝમ છે. રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનુ શિવ મંદિર તોડવામાં આવ્યુ છે. કરૌલી અને જહાંગીરપુરી પર આંસુ વહાવવા અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી જ કોંગ્રેસનુ સેક્યુલરિઝમ છે.

વળી, આ બાબતે રાજસ્થાનના જોધપુરથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટ કરી લીધુ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં બુલડોઝર ચાલતુ જોઈને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પણ પોતાની વોટ બેંક માટે બુલડોઝર ચલાવી રહી છે.

English summary
Politics started in the case of bulldozer running on 300 year old temple in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X