For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જોડો યાત્રામાં આવવા માટે કલાકારોને મળી રહ્યા છે પૈસા, ભાજપ નેતાના 'વૉટ્સએપ' પર પૂજા ભટ્ટે આપ્યો જવાબ

ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે બૉલિવુડ કલાકારોને આ યાત્રામાં સામેલ થવા માટે રુપિયા આપવામાં આવી રહ્યા છે. હવે આ આરોપો પર ખુદ પૂજા ભટ્ટે ટ્વિટ કરીને જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

Pooja Bhatt in Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર ભાજપ સતત નિવેદનબાજી કરી રહ્યુ છે. હાલમાં જ જ્યારે અભિનેત્રી પૂજા ભટ્ટ હૈદરાબાદમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ ત્યારે ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે બૉલિવુડ કલાકારોને આ યાત્રામાં સામેલ થવા માટે રુપિયા આપવામાં આવી રહ્યા છે. ભાજપ નેતાઓએ એક સ્ક્રીનશૉટ શેર કરીને કોંગ્રેસ પર આ આરોપ લગાવ્યો. હવે આ આરોપો પર ખુદ પૂજા ભટ્ટે ટ્વિટ કરીને જવાબ આપ્યો છે.

નીતિશ રાણેના ટ્વિટનો પૂજા ભટ્ટે આપ્યો જવાબ

નીતિશ રાણેના ટ્વિટનો પૂજા ભટ્ટે આપ્યો જવાબ

પૂજા ભટ્ટે ભાજપ નેતા નિતેશ રાણેના ટ્વીટનો જવાબ આપ્યો છે. અમેરિકન લેખક હાર્પર લીની નવલકથા 'ટુ કિલ અ મૉકિંગબર્ડ'માંથી ક્વૉટ લઈને પૂજા ભટ્ટે લખ્યુ, 'અલબત્ત એ લોકો આવુ વિચારવાના હકદાર છે અને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ તેમને સન્માન પણ મળવુ જોઈએ... પરંતુ તે પહેલા કે હું બીજા લોકોના હિસાબે રહી શકુ, મારે ખુદના હિસાબે પહેલા રહેવુ પડશે. અને, બીજી એક વસ્તુ જે બહુમતીના નિયમોને બિલકુલ નથી માનતી, તે છે મનુષ્યનો વિવેક.'

નીતિશ રાણેના ટ્વિટમાં શું લખ્યુ હતુ

નીતિશ રાણેના ટ્વિટમાં શું લખ્યુ હતુ

તમને જણાવી દઈએ કે ભાજપ નેતા નિતેશ રાણેએ તેમના ટ્વિટર પર એક વૉટ્સએપ ફોરવર્ડ મેસેજ શેર કરતા લખ્યુ કે કલાકારોને ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ પણ આ સ્ક્રીનશૉટ શેર કર્યો અને લખ્યુ કે જે લોકો થોડા પૈસા માટે રાહુલ ગાંધી સાથે હાથ મિલાવવા તૈયાર છે તેમની વિશ્વસનીયતા શું હશે.

ભારત જોડો યાત્રામાં કયા કલાકારો સામેલ થયા હતા

ભારત જોડો યાત્રામાં કયા કલાકારો સામેલ થયા હતા

ઉલ્લેખનીય છે કે પૂજા ભટ્ટ સિવાય બૉલિવુડના ઘણા અન્ય કલાકારો પણ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે. જેમાં અભિનેતા સુશાંત સિંહ, અમોલ પાલેકર, સંધ્યા ગોખલે, રિયા સેન, રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરીના નામ સામેલ છે. સુશાંત સિંહે પૂજા ભટ્ટનુ ટ્વિટ પણ શેર કર્યુ છે. કોંગ્રેસે પણ ભાજપના નેતાઓના આરોપોને ફગાવી દીધા છે. કોંગ્રેસે કહ્યુ કે નામ અને નંબર વગર આવા વૉટ્સએપ સ્ક્રીનશૉટથી ખબર પડે છે કે અમારી ભારત જોડો યાત્રાથી ભાજપ કેટલી અકળાયેલી છે.

English summary
Pooja Bhatt reply on BJP leader tweet of taking money for Bharat Jodo Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X