PMLAમાં EDને ગિરફ્તારી, સર્ચ અને જપ્તીનો અધિકાર- સુપ્રીમનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા વિરોધ પક્ષોને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ EDને આપવામાં આવેલી તમામ સત્તાઓને સંપૂર્ણ રીતે યથાવત રાખી છે.
સુપ્રીમ કોર્ટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા વિરોધ પક્ષોને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ EDને આપવામાં આવેલી તમામ સત્તાઓને સંપૂર્ણ રીતે યથાવત રાખી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ની FIR સાથે તુલના કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એફઆઈઆરની જેમ ઈડીના આરોપીઓને ઈસીઆઈઆર આપવી ફરજિયાત નથી અને ધરપકડ માટે માત્ર કારણ પૂરતું છે.

EDને ધરપકડ અને જપ્ત કરવાનો અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-2002 હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપવામાં આવેલી ધરપકડ, જોડાણ, તપાસ અને જપ્તીની સત્તાને સમર્થન આપ્યું હતું. કોર્ટે કહ્યું છે કે ED દ્વારા ધરપકડની પ્રક્રિયા મનસ્વી નથી. સુપ્રીમ કોર્ટે આ કાયદાની અનેક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી વિવિધ અરજીઓની સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે માન્ય પુરાવા તરીકે આવા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, SFIO, DRIના અધિકારીઓ સમક્ષ આપેલા નિવેદનોને પણ સમર્થન આપ્યું છે.
ECIRની નકલ આરોપીઓને આપવી જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટ
સૌથી મોટી વાત એ છે કે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR)ની કોપી આરોપીને આપવી જરૂરી નથી. અરજદારે જામીનની હાલની જોગવાઈઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ કોર્ટે જામીનની શરતોને પણ માન્ય રાખી છે.
સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયને કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે, જે 242 અરજીઓ પર સુપ્રિમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, તેમા કોંગ્રેસની અરજી પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરની ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપ્યો છે. કોંગ્રેસે બુધવારે સુપ્રીમ કોર્ટને PMLA એક્ટને જ રદ્દ કરવાની માંગ કરી છે.
Supreme Court bench assembles to deliver judgment on petitions challenging the constitutionality of several provisions of the Prevention of Money Laundering Act (PMLA). pic.twitter.com/EYf6WUjnTc
— ANI (@ANI) July 27, 2022
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
