For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રજ્ઞા ઠાકુરે ગોડસેવાળા નિવેદન પર લોકસભામાં માફી માંગી, ‘મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયુ'

ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બે દિવસ પહેલા લોકસભામાં નાથૂરામ ગોડસે વિશે આપેલા પોતાના નિવેદન માટે માફી માંગી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બે દિવસ પહેલા લોકસભામાં નાથૂરામ ગોડસે વિશે આપેલા પોતાના નિવેદન માટે માફી માંગી લીધી છે. ભોપાલ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શુક્રવારે લોકસભામાં કહ્યુ કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યુ. તેમછતાં કોઈને મારી વાતથી ઠેસ પહોંચી હોય તો હું ખેદ પ્રગટ કરુ છુ. પ્રજ્ઞાએ બુધવારે લોકસભામાં ગોડસેને દેશભક્ત કહ્યા હતા જે માટે વિપક્ષે તેમના પર જોરદાર હુમલો કર્યો હતો.

મને આતંકી કહેવામાં આવીઃ પ્રજ્ઞા

મને આતંકી કહેવામાં આવીઃ પ્રજ્ઞા

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામા કહ્યુ મે કોઈની ભાવને ઠેસ પહોંચાડી હોય તો હું ખેદ વ્યક્ત કરુ છુ. મહાત્મા ગાંધીએ દેશ માટે જે યોગદાન આપ્યુ તેને ભૂલી ન શકાય. સાથે જ એ પણ કહીશ કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ. મને આતંકવાદી કહેવામાં આવી જ્યારે મારી સામે કોઈ અદાલતમાં કંઈ પણ સાબિત થયુ નથી. આ દરમિયાન વિપક્ષ તરફથી ‘મહાત્મા ગાંધીની જય ડાઉન ડાઉન ગોડસે'ના નારા લાગ્યા.

ટ્વીટ કરીને પણ આપી સફાઈ

ટ્વીટ કરીને પણ આપી સફાઈ

આ પહેલા પ્રજ્ઞા ઠાકુરે આ મુદ્દે સફાઈ આપીને ટ્વિટમાં લખ્યુ હતુ, ‘ક્યારેક જૂઠનુ બવંડર એટલુ ઉંડુ હોય છે કે દિવસે પણ રાત લાગવા લાગે છે પરંતુ સૂર્ય પોતાનો પ્રકાશ નથી ગુમાવતો. પળભરના બવંડરમાં લોકો ભ્રમિત ન થાય, સૂર્યનો પ્રકાશ સ્થાયી છે. સત્ય એ જ છે કે મે ઉધમ સિંહજીનુ અપમાન નથી સહન કર્યુ બસ.'

આ પણ વાંચોઃ જીવતી સળગાવી દેવાયેલ ડૉ.પ્રિયંકા સાથે જે થયુ તે જાણીને હચમચી જશોઆ પણ વાંચોઃ જીવતી સળગાવી દેવાયેલ ડૉ.પ્રિયંકા સાથે જે થયુ તે જાણીને હચમચી જશો

શું કહ્યુ હતુ ભાજપના પ્રજ્ઞા ઠાકુરે

શું કહ્યુ હતુ ભાજપના પ્રજ્ઞા ઠાકુરે

પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં એસપીજી સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ગોડસેને દેશભક્ત કહ્યા હતા. સાંસદ એ રાજા જ્યારે બોલી રહ્યા હતા તો તેમને ટોકીને તેમણે કહ્યુ. જેના પર હોબાળો થયો. ત્યારબાદ લોકસભાની કાર્યવાહીથી તેમના નિવેદનને હટાવી દેવામાં આવ્યુ. ભાજપે તેના નિવેદનને અયોગ્ય ગણાવ્યુ અને તેમને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિમાથી હટાવી દીધા. પ્રજ્ઞાએ પણ સફાઈ આપીને કહ્યુ કે તેમણે ગોડસેને નહિ પરંતુ ઉધમસિંહને દેશભક્ત કહ્યા હતા પરંતુ હોબાળો ચાલુ રહ્યો અને આજે તેમણે માફી માંગી લીધી.

English summary
pragya thakur apologise godse statement in lok sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X