For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેનો પ્રચાર કરવા ગઈ અમીષા પટેલે તેને જ ગંદો અને બ્લેકમેલર ગણાવ્યો

જેનો પ્રચાર કરવા ગઈ અમીષા પટેલે તેને જ ગંદો અને બ્લેકમેલર ગણાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે 71 સીટ પર પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ડૉ પ્રકાશ ચંદ્રાના સપોર્ટાં રોડ શો માટે બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ પણ ઔરંગાબાદના ઓબરા વિધાનસભા પહોંચી હતી. ચૂંટણી પ્રચારથી પરત ફર્યા બાદ એક્ટ્રેસનો એક ઑડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે લોજપા ઉમેદવાર પર સંગીન આરોપો લગવ્યા.

LJP ઉમેદવાર પ સંગીન આરોપો

LJP ઉમેદવાર પ સંગીન આરોપો

મીડિયા રિપોર્ટ મુજબ વાયરલ થઈ રહેલ ઑડિયોમાં બોલી રહેલી મહિલા ખુદને અમીષા પટેલ જણાવી રહી છે. જો કે ઑડિયોમાં જે મહિલા બોલી રહી છે તે ખરેખર અમીષા પટેલ જ છે કે કેમ તેની પુષ્ટિ વનઈન્ડિયા નથી કરતું, પરંતુ સોશિયલ મીડિયા પર આ આ ઑડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઑડિયોમાં અમીષાએ કહ્યું કે બિહારમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમનો બળાત્કાર થઈ શકતો હતો. અમીષા પટેલનો આરોપ છે કે બિહાર પહોંચ્યા બાદ ડૉ પ્રકાશ ચંદ્રાએ તેમને ચૂંટણી પ્રચાર માટે જબરદસ્તી બ્લેકમેલ કર્યાં.

રોડ શૉ કરવા માટે ધમકાવી

રોડ શૉ કરવા માટે ધમકાવી

અમીષાએ કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું કે જે સ્થળે ચૂંટણી પ્રચાર થવાનો છે તે પટનાની પાસે છે પરંતુ ઓબરા ત્યાંથી દૂર હતું. અમીષા પટેલ મુજબ તેમને સાંજે મુંબઈ પરત ફરવાનું હતું પરંતુ ચંદ્રાએ જબરદસ્તી તેની પાસે રોડ શો કરાવવા માટે ધમકાવી. અમીષાએ કહ્યું કે, "મારે સાંજે મુંબઈ માટે ફ્લાઈટ પકડવાની હતી પરંતુ પ્રકાશ ચંદ્રએ મને જબરદસ્તી ચૂંટણી પ્રચાર માટે મજબૂર કરી. જ્યારે મેં રોડ શો છોડવાની વાત કહી તો તેમણે કહ્યું કે અમે તમને આ ગામમાં એકલા છોડીને ચાલ્યા જશું."

કપડાં ફાડવા માટે તૈયાર હતી ભીડ

કપડાં ફાડવા માટે તૈયાર હતી ભીડ

વાયરલ થયેલ ઑડિયોમાં અમીષા પટેલ કહી રહી છે કે પ્રકાશ ચંદ્રએ તેમને જબરદસ્તી ભીડ વચ્ચે જવા કહ્યું. એક્ટ્રેસે કહ્યું, ‘રોડ શો દરમ્યાન ત્યાં હજારોની સંખ્યામાં ભીડ હતી જેઓ પાગલોની જેમ કારને ધકેલી રહી હતી. પ્રકાશ ચંદ્રએ મને કારથી ઉતરવા અને ભીડ વચ્ચે જવાનું કહ્યું જ્યાં ભીડ કપડાં ફાડવા માટે તૈયાર હતી. ત્યાં મારો બળાત્કાર પણ થઈ શકતો હતો.' અમીષાએ કહ્યું કે ચૂંટણી પ્રચાર બાદ તે લગભગ રાતે 8 વાગ્યે પોતાની હોટલે જઈ શકી હતી.

પ્રકાશ ચંદ્ર ખોટાબોલો, બ્લેકમેલર અને ગંદો વ્યક્તિ છે

પ્રકાશ ચંદ્ર ખોટાબોલો, બ્લેકમેલર અને ગંદો વ્યક્તિ છે

અમીષા પટેલે આગળ કહ્યું કે તે બિહાર ચૂંટણી પ્રચાર દરમ્યાન લગભગ બહુ ખરાબ અનુભવથી પસાર થઈ હતી. ચૂંટણી પ્રચારથી હોટલ પહોંચ્યા બાદ તે સરખી રીતે કંઈ ખાઈ પણ ના શકી અને સરખી રીતે ઊંઘી પણ નહોતી શકી. વધુમાં અમીષા પટેલે કહ્યું કે બિહાર આવવાનો મારો અનુભવ ખરાબ રહ્યો. જે વ્યક્તિ ચૂંટણી જીતતા પહેલાં મારા જેવી મહિલા સાથે આવો વ્યવહાર કરી શકે તો તે વ્યક્તિ ચૂંટણી જીત્યા બાદ જનતા સાથે કેવો વ્યવહાર કરશે. પ્રકાશ ચંદ્ર ખોટાબોલો, બ્લેકમેલર અને ગંદો વ્યક્તિ છે.

રાજ્યસભા ચૂંટણી પહેલા માયાવતીને ઝટકો, બીએસપીના 5 ધારાસભ્યો થયા બાગીરાજ્યસભા ચૂંટણી પહેલા માયાવતીને ઝટકો, બીએસપીના 5 ધારાસભ્યો થયા બાગી

English summary
praksh chandra is dirty and blackmailer says amisha patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X