For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયાનો પ્રભાવ કે નરેન્દ્ર મોદીનો? : પ્રણવ મુખરજીએ ટ્વીટર પર ખાતું ખોલ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જુલાઇ : ભારતમાં સોશિયલ મીડિયા તેના શ્રેષ્ઠ સમયકાળમાંથી પસાર થઇ રહ્યો છે. કારણ કે સામાન્ય નાગરિક જ નહીં પરંતુ સરકાર પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. આનો શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રાહ પર ચાલીને ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને મહત્તમ ફાયદો ઉઠાવ્યો છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ભારતીયો અવશ્ય સ્વીકાર કરશે કે નરેન્દ્ર મોદીની જીતમાં 50 ટકા ફાળો સોશિયલ મીડિયાનો છે. આ કારણે જ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પણ તેનો ઉપયોગ નવા નામ સાથે ચાલુ રાખ્યો છે. હવે ટ્વીટર પર નરેન્દ્ર મોદી @PMO પર ઉપલબ્ધ છે.

pranab-mukherjee

નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના સેલ્ફી મૂકીને જે લોકપ્રિયતા હાંસલ કરી છે તે સોશિયલ મીડિયામાં અભૂતપૂર્વ કહી શકાય. તેઓ સરકારના નવા અભિગમો અંગે ટ્વીટ કરીને લોકોને જાણ કરતા રહે છે. નરેન્દ્ર મોદીના આગ્રહથી સરકારી ખાતાઓ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. જેના કારણે માહિતી અને પ્રસારણ મંત્રાલય ઉપરાંત રક્ષા મંત્રાલય ટ્વીટર પર એક્ટિવ થયું છે.

નરેન્દ્ર મોદીની આ બેન્ડવેગનમાં વિવિધ પ્રધાનો જોડાયા છે. આ દિશામાં સૌથી લેટેસ્ટ છે ભારતના પ્રથમ નાગરિક એટલે કે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી. તેમણે 1 જુલાઇ, 2014ના રોજ બપોર બાદ પોતાનું ટ્વીટર ખાતુ શરૂ કર્યું છે. આ ટ્વીટર એકાઉન્ટ લાઇવ થયાના એક જ કલાકની અંદર તેમના પેજ @RashtrapatiBhvnના 10.5 હજાર ફોલોઅર્સ થઇ ગયા છે. આ ટ્વીટર એકાઉન્ટ તેમની કચેરી દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને દરેક ટ્વીટ તેમની સહી સાથે કરવામાં આવે છે. આ દ્વારા રાષ્ટ્રપતિ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપશે એવી નાગરિકોને આશા છે.

English summary
Pranab Mukherjee joined social media bandwagon by openning Twitter account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X