Forbes: દુનિયાના ટૉપ-20 લોકોમાં પ્રશાંત કિશોર અને કન્હૈયા કુમાર શામેલ
ફોર્બ્ઝ મેગેઝીને 2020ના દુનિયાના ટૉપ-20 પ્રભાવશાળી લોકોમાં પ્રશાંત કિશોર અને કન્હૈયા કુમારને જગ્યા આપી છે. જદયુ નેતા પ્રશાંત કિશોર અને જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ તેમજ સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર માટે પત્રિકાએ કહ્યુ છે કે આ બંને આ વર્ષે મોટી ભૂમિકા નિભાવી શકે છે. પત્રિકાએ કન્હૈયા કુમારને 12માં અને પ્રશાંત કિશોરને 16માં સ્થાન પર રાખ્યા છે.

ભારતીય રાજકારણમાં મજબૂત ઓળખ
મેગેઝીને કન્હૈયા માટે લખ્યુ છે કે તે ભારતીય રાજકારણના ભવિષ્યમાં પોતાની મજબૂત ઓળખ બનાવી શકે છે. વળી, પ્રશાંતની રાજનીતિમાં ભૂમિકા વધવાની છે. આ મેગેઝીને પહેલા સ્થાને રાજકીય ટિપ્પણીકાર તેમજ કૉમેડિયન હસન મિન્હાજને રાખ્યા છે. કન્હૈયા કુમાર વિશે પત્રિકાએ લખ્યુ છે કે તે ભારતીય રાજકારણમાં શક્તિશાળી ઓળખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તે વર્ષ 2016માં રાજનીતિનો ચહેરો એ સમયે બન્યા હતા જ્યારે તેમણે દેશદ્રોહના આરોપોનો જવાબ આપ્યો હતો.

રાજકીય રણનીતિકાર
પ્રશાંત કિશોર વિશે મેગેઝીને કહ્યુ છે કે તે વર્ષ 2011થી એક રાજકીય રણનીતિકાર છે. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે મદદ કરી. 2014માં નરેન્દ્ર મોદી અને 2019માં આંધ્રપ્રદેશમાં વાયએસઆર જગનમોહન રેડ્ડી અને મહારાષ્ટ્રમા શિવસેના મમાટે રણનીતિક અભિયાનોમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
આ પણ વાંચોઃ JNU હિંસા મામલે પાકિસ્તાન પણ કૂદી પડ્યુ, વિદેશ મંત્રી બોલ્યા - ભારતમાં અસહિષ્ણુતા

ફોર્બ્ઝ યાદી
આ ઉપરાંત આ યાદીમાં ભારતીય મૂળના યુરોપ નિવાસી આર્સેલર મિત્તના ગ્રુપ સીએફઓ તેમજ સીઈઓ આદિત્ય મિત્તલ, ગોદરેજ પરિવાર, હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને થાઈલેન્ડનીરાજધાની બેંગકોકમાં શેફ ભારતીય મૂળની ગરિમા અરોરા પણ શામેલ છે. યાદીમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, સઉદી અરબના ક્રાઉન પ્રિસ મોહમ્મદ બિન સલમાન, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંન્ડા અર્ડર્ન, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થરબર્ગ, ફિનલેન્ડના નવા પ્રધાનમંત્રી સના મારિન અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનનુ નામ પણ શામેલ છે.