પદ્માવત વિવાદને કારણે JLFમાં હાજર નહીં રહે પ્રસૂન જોશી

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત અનેક વિવાદો બાદ રિલિઝ થઈ અને તેણે બે દિવસોમાં સારી એવી કમાણી પણ કરી લીધી છે. પરંતુ તેની અસરો હજી પણ દુર થઇ નથી. જયપુરમાં 25 જાન્યુઆરીથી 'જયપુર લિટરેચર ફેસ્ટીવલ'ની શરૂઆત થઈ હતી. તેમાં એક સેશન સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીનો પણ હતો, પરંતુ તેમણે આ સેશનમાં હાજરી નહી આપે તેવી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું આ વર્ષના JLFમાં ભાગ નહી લઇ શકું. હું નથી ઇચ્છતો કે મારા કારણે ત્યાંના આયોજકો, સાહિત્ય પ્રેમીઓ અને બીજા લેખકોને તકલીફ થાય. ફિલ્મ પદ્માવત વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડે જે પણ નિર્ણય કર્યો છે, તે બહું જ સંતુલિત અને સંવેદનશીલ નિર્ણય લેવાનો પ્રયત્ન કર્યો હતો. મેં માત્ર મારૂ કામ કર્યુ છે.

Prason Joshi

વધુમાં તેમણે જણાવ્યું કે, દુ:ખની વાત તો એ છે કે આપણે શાંતિપુર્ણ વાત પર વિશ્વાસ નથી કરતા. આપણે એક બીજા પર વિશ્વાસ રાખવો જોઇએ. ખાસ કરીને ત્યારે જ્યારે કોઇ સંસ્થા કે પ્રક્રિયા તમે બનાવી હોય તેના પર વિશ્વાસ કરવો જોઇએ. વિવાદોની જગ્યાએ એ વાતને આપણે વિચાર વિમર્શ કરીને પુરી કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, પદ્માવત ફિલ્મને રિલિઝ ન કરવામાં આવે અને સેન્સર બોર્ડ દ્વારા પણ તેને મંજુરી ન મળે તે માટે કરણી સેના દ્વાર સેન્સર બોર્ડ પાસે રજૂઆત અને પછી ધમકીઓ પણ આપવામાં આવી હતી. તેમને લિટરેચર ફેસ્ટિવલ માટે મળેલી ધમકીઓનો લઈને ઝેડ સેક્યોરિટી આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ ફેસ્ટિવલમાં કોઇ પણ પ્રકારનો હંમાગો થાય તેના કરતા તેમણે તેમાં ભાગ ન લેવાનું નક્કી કર્યુ હતું.

English summary
Prasoon Joshi not be attending Jaipur Literature Festival 2018 Padmaavat karni sena .

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.